ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot suicide case: રાજકોટમાં બિસ્કીટ બન્યું મોટાભાઈના મોતનું કારણ

રાજકોટમાં બિસ્કિટ બાબતે મોટા ભાઈએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા(Biscuit suicide in Rajkot) કરી લીધાની ઘટના સામે આવી છે. કુવાડવા રોડ પર રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારના યુવાને નાનાભાઈ સાથે એક જ પેકેટમાંથી બિસ્કિટ ખાવા મામલે(Rajkot suicide case)બબાલ થતા તેણે આ પ્રકારનું પગલું ભર્યું હતું.

Rajkot suicide case: રાજકોટમાં બિસ્કીટ બન્યું મોટાભાઈના મોતનું કારણ
Rajkot suicide case: રાજકોટમાં બિસ્કીટ બન્યું મોટાભાઈના મોતનું કારણ

By

Published : Mar 7, 2022, 8:09 PM IST

રાજકોટ:રાજકોટમાં બિસ્કિટ બાબતે મોટા ભાઈએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Biscuit suicide in Rajkot)કરી લીધાની ઘટના સામે આવી છે. જેમાં કુવાડવા રોડ પર રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારના 16 વર્ષીય યુવકે એક જ પેકેટમાંથી બિસ્કીટ ખાવા મામલે ઘર નજીક લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જ્યારે આ મામલે કુવાડવા પોલીસ(Rajkot Kuwadwa Police)દ્વારા વધુ તપાસ શરૂ કરવા આવી છે.

આ પણ વાંચોઃRajkot Suicide Case : રાજકોટ મનપાના ઇજનેર આત્મહત્યા મામલે કાર્યપાલક ઈજનેરની કરાઈ ધરપકડ

એક પેકેટમાંથી બિસ્કીટ ખાવા મામલે થઈ માથાકૂટ

કુવાડવા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૂળ દાહોદના વતની અને રાજકોટના કુવાડવા રોડ પર રહી મજૂરી કરતા પરિવારના 16 વર્ષીય રાહુલ શંકર મોહનીયાએ ગઈકાલે પોતાના ઘરની પાછળ આવેલ લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિવારના સભ્યોની પૂછપરછમાં સામે આવ્યું છે કે નાનાભાઈ સાથે એક જ પેકેટમાંથી બિસ્કિટ ખાવા મામલે બબાલ થઈ હતી અને તેને આ પ્રકારનું પગલું ભર્યું હતું.

પરિવારના સભ્યોએ પણ આપ્યો હતો ઠપકો

જ્યારે રાહુલે ગઈકાલે પોતાના નાનાભાઈ સાથે એક જ પેકેટમાંથી બિસ્કિટ ખાવા મામલે માથાકૂટ કરી હતી. જેના કારણે પરિવારના સભ્યો દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રાહુલ ઘરમાંથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો. જે ઘટના બાદ મોડીસાંજ સુધી પરત આવ્યો નહોતો અને પરિવારના સભ્યો દ્વારા તેની શોધખોળ શરૂ કરાઈ હતી. જે ઘરની પાછળ આવેલ લીમડાના વૃક્ષ પર તે લટકતો જોવા મળ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃMahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુના મોબાઇલમાંથી મળી શંકાસ્પદ સ્યુસાઇડ નોટ, પોલીસે FSLની મદદ લીધી

ABOUT THE AUTHOR

...view details