રાજકોટઃરાજકોટમાં ગોંડલ રોડ આવેલ આવકાર સિટી એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારે પોતાના એપાર્ટમેન્ટમાં પાણી મામલે આપઘાતમાં પ્રયાસ કર્યો હતો. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. જ્યારે કારખાનેદારે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં સોસાયટીના કમિટી મેમ્બર સહિતના હોદ્દેદારો ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે કારખાનેદારનું સારવાર દરમિયાન મોત થતા રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે સોસાયટીના કમિટી મેમ્બર સહિતના હોદ્દેદારો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હોદ્દેદારોનો ત્રાસ:સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા આવકાર એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર એવા જીતેન્દ્ર લક્ષ્મણ સગપરિયા નામના આધેડે પોતાના કારખાનામાં આપઘાતનો પ્રયાસ ગત તારીખ 20 માર્ચના રોજ કર્યો હતો. જ્યારે તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે હવે પોલીસને પ્રાથમિક તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં મૃતકે એપાર્ટમેન્ટના હોદ્દેદારો અને કમિટી મેમ્બર દ્વારા તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે હવે ભક્તિનગર પોલીસે સોસાયટીના સભ્યો વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
આ પણ વાંચો Rajkot paper leak: ધોરણ 12નું પેપર ફૂટવાની ઘટના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ