રાજકોટઃરાજકોટમાં થોડા દિવસો અગાઉ મહાનગરપાલિકાના ઈજનેર પરેશ જોશીની આત્મહત્યા (Rajkot Suicide Case) લઈ ચકચાર મચી છે. ત્યારે આ મામલે પરિવારજનો દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્રાસ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આ મામલે પરિવાજનો દ્વારા પોલીસ ફરિયાદ (Paresh Joshi Suicide Case) કરવામાં આવી હતી.
તાલુકા પોલીસે કાર્યપાલક ઈજનેરની કરી ધરપકડ
પરેશ જોશીના મામલે અગાઉ તાલુકા પોલીસ દ્વારા બે કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કમિશ્નર દ્વારા આત્મહત્યા તપાસ મામલે SITની(Special Investigation Team) રચના કરવામાં આવી હતી. જ્યારે આ મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર એવા જતીન પંડ્યાની ધરપકડ કરી છે. પરેશ જોશીના પરિવાર દ્વારા કાર્યપાલક ઈજનેર પર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી અને જતીન પંડ્યાની (Rajkot Suicide Executive Engineer Arrested) ધરપકડ કરવામાં આવી હતી.