રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર પરેશ જોશીએ ડેમમાં જંપ લાવીને આત્મહત્યા (Rajkot Suicide Case) કરી લીધી હતી. ત્યારબાદ પરેશ જોશીના પરિવાર દ્વારા આત્મહત્યા મામલે મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના શારીરિક માનસિક ત્રાસનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મામલે હવે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા SIT (Special Investigation Teams) ની રચના કરવામાં આવી છે.
ઇજનેર આત્મહત્યા મામલે SITની રચના
પરેશ જોશીએ આત્મહત્યા કરી લેતા તેમના પત્ની અને પરિવાર દ્વારા મીડિયામાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પરેશ જોશીને કોન્ટ્રાકટ તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ એવા સીટી એન્જિનિયર વાય કે ગોસ્વામી અને ડેપ્યુટી ઈજનેર જતીન પંડ્યા સહિતના અધિકારી દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે આ મામલે અનેક વખત પરેશ જોશીએ રજૂઆત કરી હતી. ત્યારબાદ તેને આત્મહત્યા (Rajkot Manpa Engineer Commits Suicide) કરવાનું પગલું ભર્યું હતું. જો કે પોલીસે હજુ સુધી માત્ર બે જ કોન્ટ્રાક્ટની ધરપકડ કરી અન્ય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.