રાજકોટ: હાલમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ (Russia Ukraine war) લઈને વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે યુક્રેનમાં ગુજરાત સહિત ભારતભરના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. એવામાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમના દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને ભારત (Rajkot Students In Ukraine) સરકાર પાસે મદદની ગુહાર લગાડવામાં આવી છે.
ભારત સરકાર અમારા માટે તાત્કાલિક કંઈક વિચારે
રાજકોટમાં રહેતા હર્ષ સોની નામના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, અમે મેડિકલના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરીએ છીએ. જયારે અમારી પાસે ભારત આવવા માટેની ફ્લાઇટની (Flight to Ukraine) ટિકિટ પણ છે. પરંતુ ફ્લાઇટો બંધ હોવાના કારણે અમે ભારતમાં આવી શક્યા નથી. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. એવામાં ભારત સરકાર અમારા માટે તાત્કાલિક કંઈક વિચારે તેવી (Gujarat students in Ukraine) અમારી માંગણી છે.