ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં માંથુ દુખવાનું કારણ મળ્યું - Suicide case in Rajkot

રાજકોટના સાધુવાણી રોડ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં આત્મહત્યાનું પગલું ભરવાનું ચોકાવનારું કારણ લખ્યું હતું.

Rajkot News : વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં માંથુ દુખવાનું કારણ મળ્યું
Rajkot News : વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં માંથુ દુખવાનું કારણ મળ્યું

By

Published : Feb 24, 2023, 2:49 PM IST

રાજકોટ :રાજ્યમાં નજીવી બાબતને લઈને લોકો હવે વધુ આત્મહત્યા તરફ વળી રહ્યા છે તે ખુબ દુ:ખની વાત કહેવાય છે. ખાસ કરીને યુવાનોમાં વધુ પડતો બોજ મગજમાં સાચવી રાખવાના કારણે સહન શક્તિ ઓછી થતા આત્હમહત્યા તરફ વળે છે, ત્યારેરાજકોટમાં ફરી એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના સાધુ વાણી રોડ પર આવેલી હોસ્ટેલમાં યુવતીએ આત્મહત્યા કરીનેે જીવન ટૂંકાવ્યું છે. જ્યારે યુવતીએ આત્મહત્યા કરતા અગાઉ એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. પરિવારને આત્મહત્યાની જાણ થતાં શોકમાં ગરકાવ થઈ ગયું હતું. જોકે, હાલ સમગ્ર મામલે હવે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્યુસાઇડ નોટ

આ પણ વાંચો :Vadodara Crime : વ્યાજખોરની ધમકીથી તંગ યુવકે આત્મહત્યા કરી, પરિવાર ગયો હતો લગ્નપ્રસંગમાં

વિદ્યાર્થીનીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી :સમગ્ર ઘટનાની વાત કરીએ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી દેવાંશી સરવૈયા નામની વિદ્યાર્થીનીએ પોતાના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે મૃતકે આત્મહત્યા કરતા અગાઉ સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે સ્યુસાઈડ નોટમાં મને કોઈ વાંધો નથી તેમજ GOOD BYE અને SORRY લખવામાં આવ્યું છે. જ્યારે યુવતીને માથું દુખતું હોવાના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યાનું સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે.

આ પણ વાંચો :Patan Crime News : પરણિતાની આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં આરોપીને કડક સજાની માગ કરતો મોદી સમાજ

યુનિવર્સિટી રોડ પર રહેલી હતી હોસ્ટેલમાં :પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મૃતક યુવતી મૂળ જેતપુરની છે અને અહીં યુનિવર્સિટી રોડ પર આવેલી હોસ્ટેલમાં રહીને તે અભ્યાસ કરતી હતી. જ્યારે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા તેના પરિવારમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ યુવતી દ્વારા લખવામાં આવેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કરી છે અને વધુ કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીની ક્યાકને ક્યાંક માનસિક તો શારીરિક સહનશક્તિ ઓછી હોવાના કારણે ઉતાવળમાં આ પ્રકારનું પગલું ભરતા હોય છે. પરતું આની પાછળ એક પુરા પરિવારનો માળો વિખાય જાય છે.

ABOUT THE AUTHOR

...view details