રાજકોટ: કોરોનાની સામે યોદ્ધા બની ફાઇટ કરી રહેલા ગોંડલ એસઆરપીના બે જવાનો અમદાવાદ દરિયાપુર ખાતે ફરજ દરમિયાન સંક્રમિત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાની જાણ ગોંડલ એસઆરપી બેડામાં થતા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ગોંડલ એસઆરપી સેનાપતિ જેએમ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ગોંડલથી એસ.આર.પી ગ્રુપની ઇ કંપનીને અમદાવાદ દરિયાપુર ખાતે તૈનાત કરવામાં આવી હતી. જેમાં જયદીપસિંહ ગોહિલ (ઉંમર વર્ષ 24) તેમજ પૃથ્વીરાજસિંહ ગોહીલ (ઉંમર વર્ષ 31) ફરજ દરમિયાન સંક્રમિત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.