રાજકોટ: ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું હોટપોસ્ટ બનેલા અમદાવાદમાં લોકડાઉન દરમિયાન ગોંડલના SRPના જવાનો ફરજ બજાવી રહ્યા હતા.
ગોંડલમાં SRP જવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, તંત્ર એલર્ટ - corona update
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં SRPના એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કારણે આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે.
ગોંડલ
SRP તંત્ર દ્વારા અમદાવાદ ફરજ પર મૂકાયેલા તમામ જવાનોને ગત રાત્રીએ ગોંડલ પરત લાવી ક્વોરેન્ટાઈન કરાયા હતા. આ દરમિયાન અરવિંદભાઈની તબિયત વધુ નાદુરસ્ત જણાતા તેઓના રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અરવિંદભાઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કારણે વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.