- રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો
- કારમાંથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી
- આ કારનું પોલીસ જ કરતી હતી પાયલોટીંગ
રાજકોટમાં અમદાવાદના ટ્રાફિક ASI વિદેશી દારૂની ગાડીનું પાયલોટીંગ કરતા ઝડપાયા - Rajkot Special Operations Group
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બાબતે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનતા નજરે પડી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિદેશી દારૂનો મોટો જથ્થો કાર સાથે કબ્જે કર્યો છે. જેની તપાસમાં સામે આવ્યું છે કે, આ કારનું પાયલોટીંગ ખુદ પોલીસ જ કરતી હતી.
રાજકોટ: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બાબતે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનતા નજરે પડી રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિદેશી દારૂનો મોટો જથ્થો કાર સાથે કબ્જે કર્યો છે. જેની તપાસમાં સામે આવ્યું છે કે, આ કારનું પાયલોટીંગ ખુદ પોલીસ જ કરતી હતી.
અમદાવાદના ટ્રાફિક ASI દારૂની કારનું કરતા હતા પાયલોટીંગ
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી. જેના આધારે પોલીસના માણસો વિદ્યાનગર રોડ પર ગોઠવાઈ ગયા હતા. જ્યારે વિદેશી દારૂ સાથેની ગાડી આવતા પોલીસે આ ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. જેને લઇને પોલીસે ત્રણ આરોપીને પણ ઝડપી પાડયા હતા. જેની તપાસમાં સામે આવ્યું હતું કે, આ વિદેશી દારૂનું પાયલોટીંગ કરનાર જ અમદાવાદ આઈ ડિવિઝનમા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ASI વીરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર હતા.