ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના એસીપીએ કોરોનાની મહામારી પર લખી કવિતા

સમગ્ર વિશ્વ કોરોનાની માર સહન કરી રહ્યો છે, ત્યારે કોરોનાના ફેલાવાથી બચવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખડેપગે રહીને દેશ સહિત રાજ્યની પોલીસ કાર્ય કરી રહી છે. એવામાં રાજકોટના એસપીની કલાકારીની સાથે દેશભક્તિ પણ સામે આવી છે. રાજકોટના એસપીએ કોરોના વાઇરસ પર કવિતા લખી છે. જાણો આ કવિતા વિશે...

Etv Bharat, GUjarati News, Poetry on CoronaVirus, Rajkot SP,, Rajkot Police
રાજકોટના એસીપીએ કોરોનાની મહામારી પર લખી કવિતા

By

Published : Apr 6, 2020, 1:32 PM IST

રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને લઈને વડાપ્રધાન મોદી દ્વારા ભારતમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લૉકડાઉનનો રાજ્યની પોલીસ ચુસ્ત પણે અમલ કરાવી રહી છે.

એવામાં રાજકોટના એક એસીપી દ્વારા આ કોરોનાની મહામારી પર એક નાની એવી કવિતા લખી છે. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. રાજકોટના એસી.એસટી સેલમાં ફરજ બજાવતા એસીપી એસ.ડી પટેલ દ્વારા આ કવિતા લખવામાં આવી છે. જેને પ્રકૃતિ કી પુકાર નામનું શિર્ષક આપવામાં આવ્યું છે અને કોરોના નામની મહામારીના જંગ સામે વિશ્વ અને પ્રકૃતિનું ખાસ વર્ણન કરવામાં આવ્યું છે.

રાજકોટના એસીપીએ કોરોનાની મહામારી પર લખી કવિતા

એક પોલીસ અધિકારી દ્વારા લખવામાં આવેલી કવિતા રાજકોટમાં વાઈરલ થઈ રહી છે. એક તરફ પોલીસ જવાનો લૉકડાઉનનો કડક પણે અમલ કરવી રહ્યા છે અને બીજી તરફ તેઓ આ મહામારીનું વર્ણન પોતાના શબ્દોમાં કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details