રાજકોટ: પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી.
જસદણના ભડલી ગામેથી બોગસ ડોક્ટરને પકડતી રાજકોટ SOG
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જસદણના ભડલીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજકોટ પોલીસે બોગસ ડોક્ટર પાસેથી 6 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ
આ અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સટાફ જસદણમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, જસદણમાં રહેતો દિપક રવેયા કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ભડલી ગામે શિવમ ક્લિનીક નામે દવાખાનું ચલાવે છે. પોલીસે બાતમીના આધારે રેડ કરી ગ્લુકોઝના બાટલાઓ, ઇન્જેક્શન તથા સીરીજ, જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત 6631/- સાથે મુદામાલ ઝપ્ત કરી ડોક્ટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.