ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ SOGએ અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો - Gujarat news

રાજકોટઃ શહેર SOGએ આચારસંહિતા દરમિયાન અફીણનો જથ્થો પકડી પાડ્યો છે. રાજકોટના હોસ્પિટલ ચોક નજીકથી SOGએ બાતમીના આધારે શાહરુખ સલીમ કાદરી નામના ઇસમને 960 ગ્રામ અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. જેની કિંમત અંદાજે 1.92 હજાર જેટલી થાય છે. હાલ SOG દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 26, 2019, 7:58 AM IST

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને પગલેઆચારસંહિતા લાગી છે, ત્યારેરાજકોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે. રાજકોટ SOGએ બાતમીના આધારે શહેરના સિવિલ હોસ્પિટલ ચોક નજીકથી એક ઇસમને 960 ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

સ્પોટ ફોટો, આરોપી

શાહરુખ સલિમ કાદરી નામના ઇસમ પાસેથી SOGને બાતમીના આધારે આ નશીલો પદાર્થ મળી આવ્યો છે.આ મામલે અન્ય 2 આરોપીઓના પણ નામ ખુલ્યા છે, જે હાલમાં ફરાર છે. SOGએનશીલા પદાર્થના કાળા કારોબાર અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details