ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી લોકોના રૂપિયા 62 કરોડ ચાઉં કરી ગઈ - રાજકોટ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી

વર્તમાન સમયમાં સહકારી મંડળી શરૂ કરીને કેટલાક લોકો સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. તેમનો ઉદ્દેશ સહકારી મંડળી ખોલવાનો માત્રને માત્ર લોકોને ઠગવાનો હોય છે. એક કા ડબલ જેવી સ્કિમ આપીને લોકોના પૈસા પડાવવાનું કામ આવી મંડળી કરતી હોય છે. રાજકોટમાં શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઊઠમણું થઈ ગયું છે. આ મંડળીમાં 4200 જેટલા રોકાણકાર હતા. આ મંડળી આ તમામ લોકોના કુલ રૂ. 60 કરોડ લઈને ફરાર થઈ ગઈ છે.

રાજકોટ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી
રાજકોટ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી

By

Published : Jan 1, 2021, 3:13 PM IST

  • રાજકોટમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું
  • મંડળીના લોકો 4200 રોકાણકારોના પૈસા લઈ થયા ફરાર
  • તમામ લોકો સાથે કુલ રૂ. 60 કરોડની છેતરપિંડી થઈ

રાજકોટઃ શહેરમાં શ્રીમદ ભવન ખાતે શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી આવેલી હતી, પરંતુ હવે આ મંડળીનું ઊઠમણું થઈ ગયું છે. એટલે તેના રોકાણકારોના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મંડળીમાં 4200 જેટલા રોકાણકારો હતા. જ્યારે સહકારી મંડળીના લોકો રૂ. 60 કરોડની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા છે. કેટલાક રોકાણકારો મંડળીની ઓફિસે જતા ઓફિસ જ બંધ જોવા મળી હતી. એટલે લોકોની ચિંતામાં વધારો થયો.

17 લોકો સાથે 3.11 કરોડની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાવી

રોકાણકારોએ શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 17 રોકાણકારો મંડળીના લોકો સામે ફરિયાદ નોંધાવવા ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે 17 લોકો સાથે રૂ. 3.11 કરોડની છેતરપિંડી થઈ છે.

પોલીસે આ લોકો સામે નોંધી ફરિયાદ

  • સંજય દુધાત્રા- ચેરમેન, શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી
  • ગોપાલ રૈયાણી- વાઈસ ચેરમેન, શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી
  • વિપુલ વસોયા - મેનેજર, શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી

ABOUT THE AUTHOR

...view details