રાજકોટ :આધુનિક યુગ આવતાની સાથે જ વિવિધ સમાજોમાં નવીનતા જોવા મળી રહી છે. એવામાં તાજેતરમાં જ ભરવાડ સમાજ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં અલગ અલગ જિલ્લાઓના સમાજના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એક મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરવાડ સમાજમાં જો લગ્ન યોજાઈ તે દરમિયાન 10 તોલાથી વધુ સોનું નહીં ચડાવાય તે પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ અગાઉ ભરવાડ સમાજમાં લગ્ન દરમિયાન મોટા પ્રમાણમાં સોનાની વસ્તુઓ ચડાવવામાં આવતી હોય છે. જેને લઈને હવે આ નીતિ નિયમોને બદલવા માટે સમાજ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમાં 10 સોલાથી વધુ સોનું નહીં ચડાવાય તે પ્રકારનું નિર્ણય સર્વાનું મતે જાહેર કરવામાં આવ્યો હતો.
Shepherd Community : ભરવાડ સમાજે લગ્ન માટે લીધા આ નવા નિર્ણય
રાજકોટમાં ભરવાડ સમાજ દ્વારા લગ્નની પ્રથાને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં ભરવાડ સમાજના આગેવાનોએ લગ્ન વિધિને લઈને નવા નિર્ણય લીધા છે. સમાજના આગેવાનોએ નક્કી કર્યું કે, લગ્ન યોજાઈ તો 10 તોલાથી વધુ સોનું નહીં ચડાવાય. કેમ જૂઓ
લગ્ન દરમિયાન પ્રમાણમાં સોનું :આ અંગે ભરવાડ સમાજના આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ હવે દેશ વિદેશમાં વિકસિત થઈ રહ્યો છે. ત્યારે અમારા ધર્મગુરુના આદેશ પ્રમાણે અમે હવે નવા નીતિ નિયમો સમાજ માટે લઈ રહ્યા છીએ. જ્યારે અગાઉ ભરવાડ સમાજમાં લગ્ન સમયે મોટા પ્રમાણમાં સોનાની વસ્તુઓ ચડાવવામાં આવતી હતી. જેમાં અમે ઘટાડો કર્યો છે અને માત્ર 10 તોલા સોનું લેવાની જાહેરાત કરી છે. એવામાં જો સામ સામે લગ્ન થાય તો માત્ર 8 તોલા સોનું જ લેવાનું નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે દીકરી વળાવવા સમયે આ સોનું ચડાવવામાં આવતો હોવાનો રિવાજ છેલ્લા ઘણા વર્ષોથી ભરવાડ સમાજમાં જોવા મળતો હોય છે. જેને લઇને હવે નિયમને ભરવાડ સમાજ દ્વારા બદલવા માટે તાજેતરમાં જ રાજકોટમાં એક બેઠક યોજવામાં આવી હતી.
અગાઉ સમાજના લોકો પાસે ઘર ન હતા :અગાઉના સમયમાં જ્યારે ભરવાડ સમાજના લોકો ગાય ભેંસ અને પોતાના ઢોર વગેરે લઈને તેને ચરાવવા માટે અલગ અલગ જિલ્લાઓમાં જતા હતા. એવામાં ભરવાડ સમાજના લોકો પાસે ઘર નહોતું. જ્યારે પૈસા મૂકવા માટે તિજોરીઓ પણ નહોતી. જેને લઇને ભરવાડ સમાજના લોકો જે આર્થિક કમાણી કરતા તેનું સોનુ કરાવી લેતા હતા. પોતાના હાથ પગમાં પહેરતા હતા. તેમજ આ સોનુ ચોરાવાનો ભય રહેતો નહોતો અને આ જ પ્રથા વર્ષોથી ભરવાડ સમાજમાં પ્રચલિત હતી. જ્યારે હવે હાલ સોનાનો ભાવ 60,000 કરતાં વધ્યો છે અને લોકોને પણ તે પોસાય તેમ નથી. જેને લઈને ભરવાડ સમાજ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.