ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: સેશન્સ કોર્ટે ફગાવી દેવાયત ખવડની જામીન અરજી, રાણો 2 મહિનાથી જેલમાં બંધ - રાજકોટ પોલીસ

રાજકોટ સેશન્સ કોર્ટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી ફગાવી દીધી છે. દેવાયત ખવડ છેલ્લા 2 મહિનાથી જેલમાં બંધ છે. આ પહેલા તેણે ગુજરાત હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ તેને નિરાશા હાથે લાગી હતી.

Rajkot Crime: સેશન્સ કોર્ટે ફગાવી દેવાયત ખવડની જામીન અરજી, રાણો 2 મહિનાથી જેલમાં બંધ
Rajkot Crime: સેશન્સ કોર્ટે ફગાવી દેવાયત ખવડની જામીન અરજી, રાણો 2 મહિનાથી જેલમાં બંધ

By

Published : Feb 15, 2023, 10:16 PM IST

રાજકોટઃલોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી આજે ફરી રાજકોટ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. છેલ્લા 2 મહિનાથી દેવાયત ખવડ રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ કેસની ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ છે, પરંતુ દેવાયત ખવડને હજી સુધી જામીન મળ્યા નથી. તેને લઈને તેના સમર્થકો ચિંતામાં મૂકાયા છે. અગાઉ દેવાયત ખવડે 25 દિવસના વચગાળા માટેની જામીન અરજી કરી હતી. તેને પણ કોર્ટે મંજૂર કરી નહતી. ત્યારે ફરી એક વખત દેવાયત ખવડની જામીન અરજીને કોર્ટે રદ કરી છે.

આ પણ વાંચોઃMorbi Bridge Collapse: મોરબી નગરપાલિકાના સભ્યોને ઝટકો, તાત્કાલિક સુનાવણીની માગને HCએ ફગાવી

રેગ્યુલર જામીન રદ કરવામાં આવીઃલોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે ફરી સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી, જેને પણ કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે, હજી પણ દેવાયત ખવડને જેલમાં જ રહેવું પડશે. છેલ્લા 2 મહિનાથી દેવાયત ખવડ જામીન માટે વારંવાર કોર્ટમાં અરજી કરી રહ્યો છે, પરંતુ કોર્ટ દ્વારા તેની અરજીને ફગાવવામાં આવી રહી છે. તેમણે એક વાર દેવાયત ખવડે હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવ્યા હતા. ત્યાંથી પણ દેવાયત ખવડને જામીન મળ્યા નહતા. ત્યારે આજે ફરી એક વખત દેવાયત ખવડના રેગ્યુલર જામીન અરજીને કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ છે અને ફરી દેવાયત ખવડને જેલહવાલે કરવામાં આવ્યો હતો.

યુવાન પર કર્યો હતો જીવલેણ હુમલોઃલોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 લોકો દ્વારા શહેરના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક ઉપર ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘટનામાં મયુરસિંહ રાણા નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે આ મામલે સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ અને તેના સાગરિતો ઘટનાના 10 દિવસ પછી રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્યારથી અત્યાર સુધી આ શખ્સો રાજકોટ જેલમાં બંધ છે. ત્યારે જામીન માટે કોર્ટના વારંવાર દ્વાર ખખડાવી રહ્યા છે.

આ પણ વાંચોઃVadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો

કાર્યક્રમમો કરવા માટે માગ્યા હતા જામીનઃથોડા દિવસ અગાઉ દેવાયત ખવડ દ્વારા 25 દિવસના વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને પણ કોર્ટ દ્વારા પોલીસના અભિપ્રાય બાદ નામંજૂર કરાઈ હતી. ત્યારબાદ ફરી આજે દેવાયત ખવડ દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી કરવામાં આવી હતી. તેને કોર્ટે ગ્રાહ્ય રાખી નહતી. ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડ દ્વારા વચગાળાના જામીન પોતે અગાઉ બૂક કરેલા કાર્યક્રમો કરવા તેમ જ એક રાજકીય આગેવાનના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યાં હાજરી આપવા કરી હતી, પરંતુ તેને પણ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી નહોતી.

ABOUT THE AUTHOR

...view details