રાજકોટઃ કોઈપણ કોલેજ કે યુનિવર્સિટીમાં સેમેસ્ટર પૂર્ણ થયા બાદ તેની પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. આ પરીક્ષાનું પરિણામ આવી ગયા બાદ વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરનો અભ્યાસ શરુ કરાવવામાં આવે છે. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સેમેસ્ટર 1 પૂર્ણ થઈ ગયું હોવા છતા સેમ 1ની પરીક્ષા લેવામાં આવી નથી. વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરનું શિક્ષણ શરુ કરાવી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 1ની પરીક્ષા લીધા વિના સેમેસ્ટર 2નું શિક્ષણ શરુ કરી દેવાયું - 25000 વિદ્યાર્થીઓ મુંજવણમાં
રાજકોટ ખાતે આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 1 પૂર્ણ થઈ ગયું હોવા છતા પરીક્ષા લેવાઈ નથી. ઉપરાંત વિદ્યાર્થીઓમાં સેમેસ્ટર 2નું શિક્ષણ શરુ કરી દેવાયું છે. અંદાજિત 25000થી વધુ વિદ્યાર્થીઓ અવઢવમાં છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Rajkot Saurashtra University Semester 1 is Complete No Exam
Published : Dec 4, 2023, 9:15 PM IST
સેમેસ્ટર 1 પૂર્ણઃ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિવિધ અભ્સાક્રમોનું શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ હાલ મુંઝવણનો સામનો કરી રહ્યા છે. સેમેસ્ટર 1 પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેની પરીક્ષા જ લેવાઈ નથી. વિદ્યાર્થીઓને પરીક્ષા વિના અત્યારે બીજા સેમેસ્ટરનું શિક્ષણ શરુ કરી દેવાયું છે. હવે પહેલા સેમેસ્ટરની પરીક્ષાની તૈયારીઓ કરવી કે બીજા સેમેસ્ટરના તાજા અભ્યાસ પાછળ મહેનત કરવી તેવી મુંઝવણ અંદાજિત 25000 કરતા વધુ વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે.
કોઈપણ પરીક્ષાનું આયોજન તેના અભ્યાસ ક્રમ પરથી નક્કી થતું હોય છે. આ અભ્યાસ ક્રમ યુનિવર્સિટીની અભ્યાસ સમિતિ નક્કી કરે છે. ત્યારબાદ પરીક્ષાનું માળખું તૈયાર થાય છે. આ ઉપરાંત જૂન 2023માં નેશનલ એજ્યૂકેશન પોલિસી પણ અમલમાં આવી છે. આ પોલિસી અંતર્ગત પણ અનેક અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ 11 અભ્યાસક્રમોના સેમેસ્ટર 1ની પરીક્ષા બાકી છે. જે ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીમાં લેવાઈ જશે. તેમજ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 12 ડિસેમ્બરે યોજાવાની છે. પરીક્ષામાં વિલંબ કોઈ જૂથવાદને પગલે થયો નથી. સૌરાષ્ટ્ર યુનિ. ઉપરાંત નરસિંહ મહેતા યુનિ.(જૂનાગઢ), ભાવનગર યુનિ.(ભાવનગર), હેમચંદ્રાચાર્ય યુનિ.(પાટણ) અને ગુજરાત યુનિ.(અમદાવાદ)માં પણ પરીક્ષાઓ યોજાઈ નથી...નિલેશ સોની(પરીક્ષા નિયામક, સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ)