રાજકોટઃ મંદિરએ આપણી આસ્થાનું પ્રતિક છે. જેમાં ભકતો ભગવાન પાસે શ્રદ્ધાની ભાવનાથી આવે છે. આજે મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા લોકોને કારણે વાતાવરણમાં ખલેલ પડે છે. તેથી રાજકોટના વિવિધ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવા તેવો પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
રાજકોટ સનાતન ગ્રૂપ દ્વારા મંદિરોમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા એવા પોસ્ટર્સ લગાવાયા - પોસ્ટર્સ લગાવાયા
મંદિરમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવા પોસ્ટર રાજકોટના મંદિરોમાં લગાવાયા છે. રાજકોટના જુદા જુદા મંદિરોમાં રાજકોટ સનાતન ગ્રૂપ દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Rajkot Sanatan Group Temples Dont Wear Short Clothes

Published : Dec 5, 2023, 3:10 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ રાજકોટમાં 100 કરતા વધારે મંદિરોમાં રાજકોટ સનાતન ગ્રૂપ દ્વારા પોસ્ટર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ન આવવું તેવું લખેલ છે. ટૂંકા વસ્ત્રો એટલે ફાટેલા જીન્સ, બરમુડા, કેપ્રી, ચડ્ડા વગેરે ન પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરવાની સૂચના આપવામાં આવી છે. પોસ્ટર લગાડનાર ગ્રૂપનો મંદિર પરિસરની બહાર મનપસંદ કપડાં અથવા ટૂંકા વસ્ત્રો પહેરીને લોકો ફરે તેનો કોઈ વિરોધ નથી. છેલ્લા અઠવાડિયાથી શહેરના મંદિરોમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. મંદિરના પૂજારીઓ, ટ્રેસ્ટીઓ, ભક્તો અને સામાન્ય લોકો આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. રાજકોટના વિવિધ મંદિરોમાં સનાતન ગ્રૂપના સભ્યો દ્વારા ટૂંકા વસ્ત્રો મામલે પોસ્ટર લગાવવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. લોકો આ પ્રયાસને વખાણી રહ્યા છે અને બનતી મદદ પણ કરી રહ્યા છે.
અમે અલગ અલગ મંદિરોમાં પોસ્ટર્સ લગાવવાની કામગીરી શરૂ કરી ત્યારે મંદિરના ટ્રસ્ટીઓને પૂજારીઓએ પણ અમારી આ વાતને આવકારવામાં આવી છે. તેમજ અમારા આ કાર્યને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી અમે આ કામગીરી શરૂ કરી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં 100 કરતાં વધુ નાણાં મોટા મંદિરોમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જ્યારે આગામી દિવસોમાં વધુમાં વધુ મંદિરોમાં આ પોસ્ટર લગાવવાની કામગીરી હાથધરવામાં આવશે...કાના કુબાવત(સભ્ય, રાજકોટ સનાતન ગ્રૂપ)