રાજકોટઃ પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સૂચના આપવામાં આવી હતી, જે અનુસંધાને SOG પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય SOGએ અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો
રાજકોટના પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસે ટીમ બનાવી IPC કલમ 363, 366 મુજબના કામનો આરોપી રાહુલ વીરજીભાઇ ચુડાસમા ભોગબનનારને ભગાડી ગયેલો હોવાથી તેને પકડવા કચ્છ-ભુજ ખાતે પાલીસની ટીમને મોકલતા આરોપી તેમજ ભોગ બનનારને શોધી અને વિરપુર પો.સ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરી છે.
રાજકોટ ગ્રામ્ય SOG બ્રાંચે અપહરણના ગુનાના આરોપીને ઝડપ્યો
જે અનુસંધાને વિરપુર પો.સ્ટેના પાર્ટ એ.ગુ.ર.નં. 472/2020 IPC કલમ 363, 366 મુજબના કામનો આરોપી રાહુલ વીરજીભાઇ ચુડાસમા ભોગબનનારને ભગાડી ગયેલો હતો. જેને પકડવા પોલીસે ટીમ બનાવી કચ્છ-ભુજ ખાતેથી આરોપી તેમજ ભોગ બનનારને શોધી અને વિરપુર પો.સ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરી છે.