ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલનો 2 વર્ષથી નાસતો-ફરતો આરોપી રાજકોટ રૂરલ LCBએ ઝડપી પાડ્યો - latest news of rajkot

પોલીસ અધીક્ષક બલરામ મીણાની સૂચના અનુસાર અપહરણના ગુનામાં ભોગ-બનનાર(અપહ્યત)ને શોધી કાઢવા તેમજ નાસતો-ફરતો આરોપીને PI એ.એન.રાણા, PSI એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

which has been nabbing accused for two years
રાજકોટમાં બે વર્ષથી નાસતો-ફરતો આરોપીને રાજકોટ રૂરલ LCBએ ઝડપી પાડ્યો

By

Published : Jul 1, 2020, 5:03 PM IST

રાજકોટઃ પોલીસ અધીક્ષક બલરામ મીણાએ અપહરણના ગુનામાં ભોગ-બનનાર(અપહ્યત)ને શોધી કાઢવા તેમજ નાસતો-ફરતો આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાના અનુસંધાને PI એ.એન.રાણા, PSI એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસ સ્ટેસનના ફર્સ્ટ ગુનેગાર 3/7/2018 ઈ.પી.કો. કલમ 363, 397ના ગુનાના આરોપીને શોધી કાઢી તથા આરોપી નિલેશ ઉર્ફે દીપક જેઠાભાઈ રાઠોડ મૂળ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહે છે. જેને બાલસર લોધિકાથી પકડી પાડીને કોવિડ-19 ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરીમાં જમાદાર રવિદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ ગુજરાતી તથા નિલેશભાઇ ડાંગર, મયુરસિંહ જાડેજા, ભાવેશભાઈ મકવાણા સહિતનાઓ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details