- રાજકોટ રૂરલ પોલીસના એલસીબી દ્વારા વિદેશી દારૂ ઝડપવામાં કામયાબ
- રાજકોટ રૂરલ પોલીસના એલસીબી દ્વારા ટ્રકમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી હતી
- ટ્રકમાંથી ઝડપાયો 29,23,200નો વિદેશી દારૂ
રાજકોટઃ રાજકોટ ગ્રામ્ય LCBએ જસદણ નજીકથી રૂ.30 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ બાયપાસ પરથી એક વિદેશી દારૂના ટ્રક સાથે LCBએ બે શખ્સોને ઝડપી પાડયા છે. જોકે વિદેશી દારૂનો ટ્રક હરિયાણા ખાતે આવ્યો હતો. જેમાં અંદાજિત રૂ.29 લાખ રૂપિયાનો વિદેશી દારૂ રાખવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે (Rajkot Rural Police) વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી છે. તેમજ ટ્રક, મોબાઈલ અને વિદેશી દારૂ સાથે અંદાજીત રૂ.49,31,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રકમાંથી ઝડપાયો 29,23,200નો વિદેશી દારૂ
રાજકોટ રૂરલ પોલીસના (Rajkot Gramya Police) એલસીબી બ્રાન્ચને બાતમી મળી હતી કે,જસદણઆટકોટ હાઇવે પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો નીકળવાનો છે. જેને લઇને પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અહીંથી ટ્રક પસાર થતા આ ટ્રકનો પોલીસે પીછો કર્યો હતો. આ દરમિયાન ટ્રકચાલકે ભાગવાનો પણ પ્રયત્ન કર્યો હત, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે ટ્રકની વધુ તપાસ કરવામાં આવતા, તેમાંથી રૂ.29 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ સાથે જ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સહિત બે શખ્સોની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચો:Gujarat corona update: કોરોનાના નવા વેરિયન્ટના ખોફ વચ્ચે જાણો આજે રાજ્યમાં કેટલા કેસ નોંધાયા
ટ્રકમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી હતી: SP
રાજકોટ ગ્રામ્ય એલસીબી (Rajkot Gramya Police) દ્વારા મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાએ (Rajkot Rural Police Chief Balram Meena) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ટ્રક હરિયાણા ખાતેથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવવાનો છે. તેવી પોલીસને બાતમી હતી અને તેના આધારે પોલીસે ટ્રકને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ ટ્રકમાંથી 700 જેટલી વિદેશી દારૂની પેટી મળી આવી છે. તેમજ ટ્રક સહિત કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રકમાં જીપીએસ સિસ્ટમ પર લાગેલી હતી એટલે કે આ ટ્રકની તમામ મુમેન્ટ અન્ય લોકો પણ જોતા હતા. જે તમામ બાબતે હવે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.