ગુજરાત

gujarat

ETV Bharat / state

દારૂની હેરાફેરીનો નવો કિમિયો, બેરલના તળિયે બોક્સ બનાવી દારૂની હેરાફેરી - Balram Meena

રાજકોટઃ શાપર-વેરાવળ ખાતેથી ટ્રકમાં વિદેશી દારૂ છૂપાવવાની નવી ટેકનીકથી લોખંડના બેરલમાં નીચેના તળિયાના ભાગે ચોરસ ખાનુ બનાવી અંદર દારૂની બોટલો ભરેલા જંગી જથ્થા સાથે બે આરોપીઓને રાજકોટ ગ્રામ્ય LCB પકડી પાડ્યા હતાં.

શાપર પાસેથી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB
શાપર પાસેથી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB

By

Published : Aug 30, 2020, 9:53 AM IST

રાજકોટઃ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ LCB એચ.એમ. રાણા પોલીસ ઇન્સપેક્ટર, LCB રાજકોટ ગ્રામ્ય પી.આર. બાલાસરા, રવીદેવભાઇ બારડ, અનિલભાઈ ગુજરાતી, રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, મેહુલભાઇ બારોટ, ભાવેશભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ દવેના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે ટ્રકમાં લોખંડના બેરલમાં ઓઇલ ભરેલા હોવાની આડમાં વિદેશી દારૂના જથ્થો છૂપાવીને શાપર-વેરાવળ ખાતેથી પસાર થઇ રહ્યાં હતાં.

શાપર પાસેથી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB

તે સમયે બાતમી આધારે સાથેના સ્ટાફ દ્વારા હાઇવે તથા આજુબાજુ વોચ ગોઠવી ટ્રક દેખાતાજ તેનો પીછો કરી શાપર ગામમાં સી.એન.જી. પંપ વાળી શેરી પાસે પહોંચતા ટ્રકને રોકી લઇ ટ્રક ડ્રાઇવર તથા કલીનરને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ગાડીમાં ઓઇલ ભરેલા લોખંડના બેરલમાં વિદેશી દારૂની બોટલો મળી આવેલી જેથી બન્ને શખ્સો સુરેન્દર ભાલીરામ ગોરા અને રાજકુમાર રાજમલજી બૈરાગી જે રાજ્ય હરિયાણી વાળાને વિદેશી દારૂની કુલ બોટલ નંગ-3012 કિમત રૂપિયા 16,89,420/- લોખંડના બેરલ નંગ 37 કિમત રૂપિયા 7400/- અશોક લેલન ટ્રક કિમત રૂપિયા 10,00,000/- મોબાઇલ ફોન નંગ- 1 કિમત રૂપિયા 500/મળી કુલ રૂપિયા 26 ,97,320/ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details