ગુજરાત

gujarat

ETV Bharat / state

સાત જિલ્લાઓની હદમાંથી હદપાર કરેલા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસવડા બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય તથા આજુ-બાજુના જિલ્લાઓમાંથી હદપાર કરેલા શખ્સો પર નજર રાખી ટ્રેસ કરી મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ આ આરોપીને LCB પોલીસે ઝડપી પાડ્યો હતો.

સાત જિલ્લાઓની હદમાંથી હદપાર કરેલા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB
સાત જિલ્લાઓની હદમાંથી હદપાર કરેલા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB

By

Published : Mar 13, 2021, 10:56 PM IST

  • રાજકોટ રૂરલ LCB દ્વારા કામગીરી કરવામાં આવી
  • આરોપીને ભાયાવદર પોલીસના હવાલે કરાયો
  • આરોપીની મોટી પાનેલી ગામેથી ધરપકડ કરવામાં આવી

રાજકોટઃ ગ્રામ્ય LCB પોલીસ ઈન્સપેક્ટર અને પો.સબ ઇન્સના માર્ગદર્શન હેઠળ અને મળેલી બાતમી આધારે હદપાર થયેલા મનસુખ ઉર્ફ દાણીયો ધનજીભાઇ વિરમગામાની મોટી પાનેલી ગામેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ આરોપીને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આંતરરાજ્ય નાયડુ ગેંગનાં ચાર આરોપી ઝડપી પાડ્યા

રાજકોટ રૂરલની LCBની ટીમ દ્વારા કરવામાં આવી કામગીરી

આ કામગીરી રાજકોટ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ. એ.આર. ગોહીલ તથા પો.સબ.ઇન્સ. વી.એમ. કોલાદરા પો.હેડ કોન્સ. મહેશ જાની, શક્તિસિંહ જાડેજા, સંજય પરમાર નીલેશ ડાંગર, બાલકૃષ્ણ ત્રીવેદી પો.કોન્સ. નારણ પંપાણીયા અને કૌશીક જોષી દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃરાજકોટ LCBએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જેતપુરમાં 3 દિવસ પહેલા સોનાની કરી હતી ચોરી

ABOUT THE AUTHOR

...view details