રાજકોટ: ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણાના નેતૃત્વ હેઠળ LCBટીમે જસદણમાં જુગાર પર રેડ પાડી કુલ 5 શખ્સોની ધરપકડ કરી હતી.
જસદણમાં LCBની જુગાર પર રેડ, પ શખ્સની ધરપકડ - Rajkot rural lcb
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણાની નેતૃત્વ હેઠળ LCB ટીમે જસદણમાં જુગાર પર રેડ પાડી રોકડા રૂપિયા 55,200 સાથે કુલ 5 શખ્સોની ધરપકડ કરી હતી.
જસદણમાં જુગારનો અખાડો પકડી પાડતી રાજકોટ રૂરલ LCB
PSI એચ.એમ.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે જસદણમાં રહેતા ભરતભાઇ દેવકુભાઇ ખાચર બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારના સાધનો સવલતો પુરી પાડી પોતાના અંગત ફાયદા માટે જુગાર રમાડતા હતો. જ્યાં પોલીસે રેડ પાડી 5 શખ્સોને રોકડા રૂપિયા 55,200 સાથે જુગાર રમતા પકડી પાડ્યા છે. આ પહેલા પણ આ આરોપીઓ જુગારના ગુનામાં પકડાયેલા હતા.