ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી જૂગાર અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી રાજકોટ રૂરલ LCB

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લામાં જૂગાર બદીઓને નાબુદ કરવા સુચના તથા એલ.સી.બી. પો.ઈન્સ.એમ.એન.રાણાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફ પો.હેડ.કોન્સ સંજયભાઈ પરમાર, શક્તિસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી તથા પો.કોન્સ, નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, મયુરસીંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષી , નરેદ્રભાઈ દવે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. સંજયભાઈ પરમાર તથા પો.કોન્સ નારણભાઈ પંપાણીયાને મળેલ હકિકત આધારે જેતપુર સીટી વિસ્તારમાંથી જૂગારીયા રમતા ઝડપાયા હતા.

રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી જૂગાર અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી રાજકોટ રૂરલ LCB
રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી જૂગાર અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી રાજકોટ રૂરલ LCB

By

Published : Jun 20, 2020, 4:32 AM IST

રાજકોટઃ જિલ્લાના જેતપુરમાં જૂગાર રમતા પકડાયેલા શખ્સો તુલસીભાઇ ટપુભાઇ ડાભી, નઝીરભાઇ નુરમામદભાઇ લુલાણીયા, વિજયભાઇ દેવજીભાઇ ભરખડા, અશ્વીનભાઇ ભુપતભાઇ મેર, મોહનભાઇ પરમદાસ ખટ્ટર, પ્રકાશભાઇ બાઘુભાઇ મોયા, ફીરોઝ ઇબ્રાહીમભાઇ ગોધાવીયાને હિરાસતમાં લેવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી જૂગાર અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી રાજકોટ રૂરલ LCB

તેમની પાસેથી રોકડા રૂપિયા 10,360 સાથે પકડી પાડ્યા અને દેશી દારૂ લીટર 5 કી.રૂ. 100, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 200 કી.રૂ. 400 ભઠ્ઠીના સાધનો જેમાં ગેસના બાટલાઓ તથા પ્લાસ્ટીકના બેરેલ, લોખંડના બેરેલ, બર્નલ, તગારા, ડોલ જેવા સાધનો જેની કી.રૂ.5150 /- કુલ મુદ્દામાલ કીમત.રૂ. 5650 સાથે સંજય ઉર્ફ સવજી મોહનભાઇ સોલંકીને પકડ્યો હતો. જ્યારે ખીમજી મોહન સોલંકીને પકડવા તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી જૂગાર અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી રાજકોટ રૂરલ LCB

ABOUT THE AUTHOR

...view details