ઉપલેટા પોલીસ ઊંઘતી રહી અને રાજકોટ રૂરલ એલસીબી પોલીસે દરોડો પાડી દીધો ઉપલેટા આગામી દિવસોમાં 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર નજીક (Police action before 31 December )આવી રહી છે ત્યારે આ દિવસો નશાખોરોમાં દારુ પીવાનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે ઉપલેટા શહેરમાં રાજકોટ રૂરલ એલસીબી પોલીસનો દરોડો (Rajkot Rural LBC Raid in Upleta ) ચર્ચામાં છે.31 ડીસેમ્બર પહેલાં પોલીસ પગલાંના રુપે ઉપલેટા પોલીસ (Upleta Police ) ને ઊંઘતી રાખી શહેરમાંથી બાતમીના આધારે દરોડો કરી મોટા પ્રમાણમાં રાજકોટ રૂરલ એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી ( liquor seized in raid )લઇ એક વ્યક્તિની ધરપકડ (Rajkot Crime News )કરી છે. જ્યારે અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો વડોદરામાં શિનોર પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડ્યો, પ્રોહીબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી તપાસ શરુ
કેટલો જથ્થો મળ્યો રાજકોટ રૂરલ એલસીબી પોલીસના દરોડામાં રૂપિયા 79,780 નો મુદ્દામાલ ( liquor seized in raid )કબજે કરાયો છે. ઝડપાયેલા વ્યક્તિ વિરુદ્ધ અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો LCBએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
લાટી પ્લોટમાં દરોડો આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસના પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવા તેમજ એલ.સી.બી. પોલીસના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી અને મહેશભાઈ સારીખડાને મળેલી સંયુક્ત હાકીકતના આધારે ઉપલેટા પોલીસ (Upleta Police ) સ્ટેશન નજીક જ આવેલ વિસ્તાર એટલે કે શહેરના લાટી પ્લોટ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની રેઇડ (Rajkot Rural LBC Raid in Upleta ) કરીને ભાવિનભાઈ દેવાયતભાઈ સુવા નામના એક વ્યક્તિને ઇંગ્લિશ દારૂની 176 નંગ બોટલ તેમજ 54 નંગ દારૂના પાઉચ અને મોબાઈલ સહિત કુલ 79,780 રૂપિયાના મુદ્દામાલ ( liquor seized in raid )સાથે ઝડપી લીધો હતો જ્યારે હીરેન અરવિંદભાઈ બાવાજી નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટ રુરલની ટીમ ઉપલેટા શહેરમાં થયેલી દરોડાની (Rajkot Rural LBC Raid in Upleta ) કામગીરીમાં રાજકોટ રૂરલ એલસીબી પોલીસના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા, પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી.બડવા, એચ.સી.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા, નિલેષભાઇ ડાંગર, કોન્સ્ટેબલ કૌશીકભાઇ જોષી, મહેશભાઇ સારીખડા, મનોજભાઇ બાયલ, મેહુલભાઇ સોનરાજ તેમજ ડ્રા.પો.કોન્સ. અનીરૂધ્ધસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.