રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામના રહીશ 28 વર્ષીય ધાર્મિકભાઈ કાંતિભાઈ ઘોડાસરા પાસેથી આશરે આઠેક માસ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા જ્યોતિષ નટવરભાઈ મીઠુંલાલ જોષી પોતે લક્ષ્ય ચેનલમાં પોતાના મોબાઈલ નંબર સાથે જ્યોતિષ કામ કરવા માટે જાહેરાત આપેલ હતી. જે લક્ષ્ય ચેનલમાં નિર્મળાબેન કાંતિભાઈ ઘોડાસરાએ ચેનલમાં જાહેરાતમાં આપેલ ફોન નંબર પર વાત કરી પોતાના દીકરા ધાર્મિકને સગાઈ કરાવી આપવાની વાત કરી હતી.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા છેતરપિંડી કરનાર જ્યોતિષની ધરપકડ
રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનાર જ્યોતિષને રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેથી જ્યોતિષે ફરિયાદી ધાર્મિકની સગાઈ કરાવી આપવાની લાલચ આપી વિધિ કરવાના બહાને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમજ ફરિયાદીને ઘરમાં માયા છે, તે કાઢવાની વિધિ કરવી પડશે અને આ માયા ફરિયાદીને મળવાથી પૈસાવાળા થઈ જશો. તેવી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા.
બાદમાં અવારનવાર ફરિયાદીના ઘરે આવી વિધિ કરી રૂબરૂ તેમજ આંગડિયા મારફતે ફરિયાદી પાસેથી કુલ 5 લાખ 97 હજાર 500 રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવી લીધા હતા. જે અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટક કરી આરોપી પાસેથી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ફરિયાદી પાસેથી મેળવેલ રોકડ રકમ રૂપિયા 5.97.500/- ની રિકવરી કરવામાં આવેલ છે.