ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં રોડ પર ગાબડા પડવાનો મામલો, રૂડા દ્વારા ચાર એજન્સીઓને નોટિસ

રાજકોટ: રાજકોટમાં અગાઉ એકીસાથે 17થી 18 ઈંચ જેટલો વરસાદ ખાબકવાની ઘટના સામે આવી હતી. જેને લઈને ઠેર ઠેર રસ્તાઓમાં ગાબડા પડ્યા હતા. જ્યારે અમુક વિસ્તારમાં રસ્તાઓ સાવ ધોવાઈ ગયા હતા. જેને લઈને રાજકોટ રૂડાના ચેરમેન દ્વારા ચાર જેટલી એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

By

Published : Aug 18, 2019, 10:27 AM IST

રાજકોટમાં 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતા 150ફૂટ રિંગરોડ 2 સાવ ધોવાઈ ગયો હતો. તેમજ આ રોડ પર ચાલવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે તાજેતરમાં જ આ રોડનું નિર્માણ થયું છે અને ભારે વરસાદમાં રોડ ધોવાઈ જતા રસ્તો બનાવનાર કંપની સામે અનેક સવાલો ઉભા થયા છે. જેને લઈને હોદની રૂહે રૂડાના ચેરમેનનો ચાર્જ હાલ રાજકોટ મનપા કમિશ્નર પાસે છે. જેને લઈને ચેરમેન દ્વારા રોડ બનાવનાર એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ આ રોડને ફરી બનાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

રૂડા દ્વારા ચાર એજન્સીઓને નોટિસ ફટકારવામાં આવી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details