રાજકોટ :હાલમાં કેટલાક વેપારીઓ પૈસા કમાવાની લાલચે જીવન જરૂરિયાત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય છે. જેના થકી વધારે નફો કમાતા હોય છે. તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હવે સક્રિય બન્યું છે. ત્યારે આજે મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરની ભાગોળે આવેલા જુના માર્કેટિંગ યાર્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડના ખાદ્યતેલના 15 કિલોના 300 કરતાં વધારે ડબ્બાને સીઝ કર્યા હતા.
ફૂડ વિભાગના દરોડા :ફૂડ વિભાગના દરોડામાં અખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા અન્ય ખાદ્ય તેલના નમુના પણ લેવામાં આવ્યા હતા. ત્યારે આ નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શહેરના જૂના માર્કેટિંગ યાર્ડના G-2 અને G-6 RTO પાસે ગોરધનભાઈ મુરલીધરભાઈ સુમનાણીની ઉત્પાદક તથા રિપેકર પેઢી સોનીયા ટ્રેડર્સના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર સંગ્રહ કરેલ અલગ અલગ પ્રકારના બ્રાન્ડના ખાદ્યતેલોના ડબ્બા પૈકી અમુક ડબ્બા શંકાસ્પદ જણાતા હતા. જેને સીઝ કરવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય તેલના નમૂના ચેકીંગ માટે મોકલવામાં આવ્યા છે.-- ડો. હાર્દિક મેતા (ડેઝિગ્નેટેડ ઓફિસર, RMC ફૂડ વિભાગ)
અખાદ્ય તેલ :આ દરોડામાં સીઝ શંકાસ્પદ તેલમાં વિકાસ રિફાઇન્ડ કપાસિયા તેલના 266 ટીન મળી કુલ 3990 કિ.ગ્રા. રૂ.4,25,600 અને વી-લાઈટ રિફાઇન્ડ કપાસિયા તેલનો 178 લીટર કિંમત આ. રૂ.19,402 જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ
કાયદેસર કાર્યવાહી : આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 4 જેટલા ખાદ્યતેલના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં વિકાસ રિફાઇન્ડ કપાસિયા તેલ, વી-લાઈટ રિફાઇન્ડ કપાસિયા તેલ, વી-લાઈટ રિફાઇન્ડ સનફ્લાવર તેલ અને ખેડૂત બ્રાન્ડ 100% શુદ્ધ તેલના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ નમૂનાને પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
- Rajkot News: રાજકોટ ફૂડ વિભાગે નકલી પનીરનો કર્યો પર્દાફાશ, 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપી પાડ્યો
- Rajkot News : બેવડી ઋતુમાં રાજકોટમાં રોગચાળો વકરવાની શક્યતાઓ, સાવચેતી માટે ડોક્ટરે આપી સલાહ