ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime: રાજકોટમાં કોર્પોરેશનના કર્મચારીએ મહિલા પોલીસકર્મી સાથે આચર્યું દુષ્કર્મ - Rajkot Rape

રાજકોટમાં કોર્પોરેશનના કર્મચારીએ મહિલા પોલીસ કર્મી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારી દ્વારા મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મ આચાર્યની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે આ મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં એવી છે. જેના આધારે બી ડિવિઝન પોલીસે પણ ગણતરીના કલાકોમાં દુષ્કર્મ કરનાર આરોપી એવા વિપુલ મનસુખભાઈ મકવાણા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જકોટમાં કોર્પોરેશનના કર્મચારીએ મહિલા પોલીસકર્મી સાથે આચર્યું દુષ્કર્મ
જકોટમાં કોર્પોરેશનના કર્મચારીએ મહિલા પોલીસકર્મી સાથે આચર્યું દુષ્કર્મ

By

Published : Apr 1, 2023, 11:59 AM IST

Updated : Apr 1, 2023, 1:47 PM IST

રાજકોટ:લોકોની સુરક્ષા કરતી પોલીસ પણ હવે સુરક્ષિત નથી. ગુજરાત હવે ક્રાઇમની રાજધાની બની ગયું છે. જેવા ક્રાઇમ ગુજરાતમાં થઇ રહ્યા છે તેવા ભારતમાં કોઇ ક જ રાજયમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે એવું કહી શકાય કે ગુજરાત ક્રાઇમનું હોસ્પોટ બની ગયું છે. જે ગુજરાતમાં રાત્રે મહિલાઓ સુરક્ષિત હતી હવે ધોળા દિવસ પણ મહિલાઓ સેફ નથી. રાજકોટમાં આ બનાવથી હવે મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલ થઇ રહ્યા છે.

પોલીસકર્મી સાથે દુષ્કર્મ:રાજકોટમાં કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારી દ્વારા મહિલા પોલીસકર્મી સાથે દુષ્કર્મ આચાર્યની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે આ મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં એવી છે. જેના આધારે બી ડિવિઝન પોલીસે પણ ગણતરીના કલાકોમાં દુષ્કર્મ કરનાર આરોપી એવા વિપુલ મનસુખભાઈ મકવાણા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ દ્વારા છેલ્લા છ વર્ષથી મહિલા પોલીસ કર્મી સાથે દુષ્કર્મ આચારવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ મહિલા પોલીસ કર્મચારીને આ શખ્સ દ્વારા લગ્ન કરવાની ના પાડી દેતા અંતે આ મામલે મહિલા પોલીસ કર્મીએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો Rajkot Crime News : જેતપુરમાં બાળકીની કોથળામાંથી લાશ મળી, હત્યા અને દુષ્કર્મની આશંકા સાથે સીસીટીવીના આધારે તપાસ શરૂ

લાલચ આપીને દુષ્કર્મ:વેસ્ટઝોનમાં APTસમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના જામનગર રોડ ઉપર રહેતા અને વેસ્ટ ઝોનમાં ટાઉન પ્લાનિંગ શાખામાં ફરજ બજાવતા APT એવા વિપુલ મનસુખભાઈ મકવાણા નામના દ્વારા પોલીસમાં ફરજ બજાવતી મહિલા સાથે વર્ષ 2018માં મિત્રતા કેળવી હતી. ચાર વર્ષ સુધી લગ્નની લાલચ આપીને હવસભૂખનો શિકાર કર્યો હતો.

મોબાઈલની વાતઃ બંને વચ્ચે મોબાઇલમાં વાતચીત થઈ હતી. આ વાંચી દરમિયાન વિપુલ દ્વારા મહિલા પોલીસ કર્મીને તેની સાથે લગ્ન કરશે. તેમ કહી તેની સાથે હોટલમાં અને અન્ય સ્થળોએ બોલાવીને વારંવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. વિપુલ સતત ચાર વર્ષ સુધી મહિલા પોલીસ કર્મીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

લગ્નનનો ઈન્કારઃ વિપુલે મહિલા પોલીસ કર્મીને પરિવારજનો લગ્ન કરવાની ના પાડી છે. તેમ કહીને પોતાની સાથે સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું. તપાસ કરનારા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગણતરીના કલાકોમાં દુષ્કર્મ કરનાર આરોપી એવા વિપુલ મનસુખભાઈ મકવાણા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછ ચાલું છે. એના સંબંધી બીજી કેટલીક વિગતો પર પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો Rajkot Police : મુખ્યપ્રધાન સુધી રજૂઆત, પોલીસ કર્મી ઓફિસે આવીને 7 લાખનો તોડ કર્યોનો આરોપ, જૂઓ CCTV

વાયરલ કરવાની ધમકીઃ વિપુલે મહિલા પોલીસ કર્મીને ફોન અને મેસેજ કરવાની પણ ના પાડી દીધી હતી. તેમજ જો તે આમ કરશે તો તેની સાથે વિતાવેલા અંગત પળોના વિડીયો અને ફોટા વિપુલ મહિલાના પરિવારજનોને સોશિયલ મીડિયા મારફતે મોકલી આપવાની ધમકી પણ આપી હતી. જ્યારે ભક્તિનગર પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદ થઈઃ આ ઘટનાની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર વિપુલ મનસુખભાઈ મકવાણા નામના આરએમસી કર્મચારીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મહિલા પોલીસ કર્મી સાથે દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

Last Updated : Apr 1, 2023, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details