ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુવાની કરતૂત! : દુષ્કર્મના આક્ષેપ સાથે રાજકોટમાં યુવતીએ ઝેરી દવા પીધી - Woman Took Poisonous Drug In Rajkot

જૂનાગઢના ભુવા સુરજ સોલંકી વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મના (Rajkot Rape Case) આક્ષેપ કર્યા છે. આ યુવતી પોલીસ સ્ટેશન ખાતે ઝેરી દવા પીને પહોંચી હતી. તો સાથે સાથે સ્યુસાઇડ નોટ પણ હાથ લાગી છે.

Rajkot Rape Case : ભુવા સુરજ સોલંકી પર દુષ્કર્મના આક્ષેપ સાથે રાજકોટમાં યુવતીએ ઝેરી દવા પીધી
Rajkot Rape Case : ભુવા સુરજ સોલંકી પર દુષ્કર્મના આક્ષેપ સાથે રાજકોટમાં યુવતીએ ઝેરી દવા પીધી

By

Published : Feb 24, 2022, 11:13 AM IST

Updated : Feb 24, 2022, 12:04 PM IST

રાજકોટ: જૂનાગઢના ભુવા સુરજ સોલંકી વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મ (Rajkot Rape Case) કરી ગર્ભ રાખી દીધાના આક્ષેપ સાથે રાજકોટમાં ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ યુવતી હાલ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) સારવાર હેઠળ છે. સમગ્ર મામલે મહિલા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃControversial comment on Shivaji: શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકોટના વકીલનું સરઘસ કઢાયું

યુવતીએ ઝેરી દવા પીને મહિલા પોલીસ મથકે પહોંચી

જૂનાગઢની યુવતી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ઝેરી દવા પીને (Woman Took Poisonous Drug In Rajkot) પહોંચી હતી. જ્યારે પોલીસે આ અંગેનો ખ્યાલ આવતા પોલીસ દ્વારા તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતી પાસેથી પોલીસે સ્યુસાઇડ નોટ પણ હાથ લાગી છે. જેમાં તેને જૂનાગઢના ભુવા એવા સુરજ સોલંકી પર દુષ્કર્મ કર્યાનો અને ગર્ભ રાખ્યાનો આક્ષેપ (Allegations of Mischief on the Eyebrows of Junagadh) કર્યો છે. જ્યારે ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ કરવાની વાત સામે આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ રાજકોટ મહિલા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Junior Clerk Recruitment 2022: રાજકોટ મનપા જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ

10 મહિના સુધી આચર્યું દુષ્કર્મ

યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે કે, સૂરજ ભુવા સાથે 10 મહિલા પહેલા મળી હતી અને ત્યારથી સંબંધ બંધાયા હતા. ત્યારબાદ વારંવાર તે યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. તેમજ આ યુવતીને તેના લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. જ્યારે શારીરિક સંબંધના કારણે યુવતી ગર્ભ પણ રહી ગયો હતો. જો કે દવા આપીને આ ગર્ભપાત કરાવ્યો પણ આક્ષેપ યુવતી દ્વારા કરાયો છે.યુવતી સૂરજ ભુવાના મિત્ર એવા સંજય સોહેલિયા અને ગુંજન જોશી પર પણ માર મારવાનો આક્ષેપ કર્યો છે.

Last Updated : Feb 24, 2022, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details