ગોંડલઃ શહેરમાં લોકડાઉનના બીજા ચરણની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં ફ્લેગમાર્ચ યોજાયો હતો, જેમાં આઈજી, એસ.પી, પી.આઈ તેમજ પી.એસ.આઇ સહિતનો પોલીસ કાફલો રાજમાર્ગ પર ફરી વળ્યો હતો.
લોકડાઉનમાં ગોંડલના રસ્તા પર પોલીસનો ફ્લેગ માર્ચ, ડ્રોન દ્વારા શુટ કરાયો અદ્ભુત નજારો
ગોંડલમાં રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ફ્લેગ માર્ચ યોજી વ્યવસ્થાની સમીક્ષા કરાઈ હતી. રાજકોટ રેન્જ આઈ.જી, એસ.પી, પી.આઈ, પી.એસ.આઇ સહિતનો પોલીસ કાફલો રાજમાર્ગ પર ફરી વળ્યો હતો.
પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચની શરૂઆત શહેરના ગુંદાળા ચોકડીથી કરાઈ હતી. ત્યારપછી બસસ્ટેન્ડ રોડ, કડિયા લાઇન, ભગવતપરા, મોટી બજાર, જેતપુર રોડ સહિત રાજમાર્ગો પર પોલીસ કાફલો ફરી વળ્યો હતો. આ તકે રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ જણાવ્યું હતું કે, ગોંડલમાં ફ્લેગ માર્ચ યોજી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂહની દ્રષ્ટિએ તેઓને ખૂબ સંતોષ થયો છે. પ્રજા તેમજ આગેવાનો સહયોગ મળી રહ્યો છે. પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા પણ સહકાર આપવામાં આવી રહ્યો છે. આ રીતે આગામી તારીખ 3 સુધી સહકાર આપશો. ત્યારબાદ સરકારની જે સૂચના મળે તે મુજબ અમલી કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.