ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Rain Update : રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ - સરદારનગર રોડ પર ભુવો

તાજેતરમાં બિપરજોય વાવાઝોડાના ભારે વરસાદે પાણી પાણી કરી મૂક્યું એવા સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં ચોમાસુ વરસાદની ઝડી બોલી રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસી ગયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇને હેલારો લઇ રહ્યું છે.

Rajkot Rain Update : રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ
Rajkot Rain Update : રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ

By

Published : Jun 30, 2023, 4:09 PM IST

રાજકોટ : રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે તેમજ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં અઢી ઇંચ : વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે રાજકોટમાં વરસાદને પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ થયું હતું. નદી અને ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારના લોકોને વરસાદી વાતાવરણમાં સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. જ્યારે આજે પણ રાજકોટમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

સરદારનગર રોડ પર ભુવો પડ્યો : રાજકોટમાં ગઈકાલે ત્રણ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેને પગલે શહેરના સરદાર નગર મેઇન રોડ ઉપર રસ્તા ઉપર ભુવો પડ્યો હતો. જેમાં એક ટ્રક ફસાયો હતો. આ ટ્રકમાં રેતી ભરી હતી અને તે રસ્તા ઉપર ભુવો પડવાના કારણે ફસાઈ ગયો હતો. જેના કારણે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્રની મદદથી જીસીબીથી આ ટ્રકને ભુવામાંથી કાઢવામાં આવ્યો હતો અને રસ્તાને કાર્યરત કરવામાં આવ્યો હતો. જ્યારે રસ્તામાં ભુવો પડવાની ઘટનાને પગલે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા. રાજકોટમાં સરદારનગર રોડ પર ભુવો લડવાની ઘટનાને પગલે મેયરે ઈટીવી ભારત સાથે વાત કરી હતી.

અહી અગાઉ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યાં જ ભુવો પડવાની ઘટના સામે આવી છે. જો કે શહેરમાં વરસાદ રહી ગયા બાદ આ ભુવાનું સમારકામ હાથ ધરવામાં આવશે...પ્રદીપ ડવ( રાજકોટ મેયર)

પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી : એવામાં બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારો એવા માલવિયાનગર, 150 ફૂટ રીંગ રોડ, મવડી, વાવડી, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેને લઈને કોર્પોરેશનની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી.

નીચાણવાળા વિસ્તારોમાં સૂચના : જાહેર રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ આવવાને પગલે જિલ્લાના વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. એવામાં તંત્ર દ્વારા ડેમોની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે વરસાદને પગલે સાવચેત રહેવાની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

વરસાદે પાણી પાણી કરી મૂક્યું

ત્રણ દિવસ વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વરસાદ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પણ રાજકોટમાં વરસાદ આવી તેવી પણ શક્યતાઓ છે. જેને લઈને રાજકોટ કોર્પોરેશન તંત્ર પણ એલર્ટ થયું છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં નજર રાખી રહ્યું છે.

  1. Rajkot News: ઉમિયા સાગર ડેમ ઓવરફ્લો, દરવાજા ખોલતા નીચાણવાળા પંથકમાં એલર્ટ જાહેર
  2. Rajkot News: ઉપલેટાનો વેણુ-2 ડેમ 80 ટકા ભરાઈ જતાં આસપાસના ગામોને સાવચેત રહેવા આદેશ
  3. Rajkot News: ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેનો કુદરતી ધોધ વહેતા લોકો ન્હાવા ઉમટ્યા, પ્રકૃતિ સોળે કળાએ ખીલી

ABOUT THE AUTHOR

...view details