વાવેતર નિષ્ફળ જશે તેવી ભીતિ ધોરાજી : ધોરાજી પંથકમાં પડેલ વરસાદને લઈને હાલ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. આ પાણીના ભરાવાને કારણે પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવે છે. હાલ ખેતરમાં ખેડૂતોએ ચોમાસું પાકોનું વાવેતર કરેલ છે ત્યારે પાણીના ભરવાને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી તેથી પાકોની પુરતી માવજત ન થવાના કારણે પાક નિષ્ફળ થશેે તેવું ખેડૂતોએ ચિંતાઓ વ્યક્ત કરી છે.
વાવણી પથીની માવજત બગડી : ધોરાજી પંથકમા આ વર્ષ કમોસમી વરસાદ, વાવાઝોડા તથા હવામાન વિભાગની હાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર ગુજરાતમા સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધોરાજી પંથકમાં વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. હાલ ખેડૂતોએ ખેતરોમાં વાવણી તો કરી નાખી છે પણ વાવેતર કરેલ પાકની સંપૂર્ણ જાળવણી નથી થઈ શકતી અને પાકની વૃદ્ધિ અટકી રહી છેે.
કયા પાકને નુકસાનધોરાજી પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમા કપાસ, સોયાબીન, તલ, અળદ, મગફળી જેવા પાકોનુ વાવેતર કરેલ છે. ત્યારે આ પાણીના ભરાવાને કારણે તેમાં નુકસાની વેઠવાનો વારો આવશે. તો બીજી તરફ ઘણા ખેડૂતોએ આગોતરું વાવેતર ચોમાસુ સત્ર દરમિયાન કર્યુ છે, પણ કુદરતને આ પણ મંજૂર નહી હોય તેમ ધોરાજી પંથકમા સતત વરસાદ વરસતા અને વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે...જયેશભાઇ લાખાણી( ખેડૂત, ધોરાજી)
એક પછી એક કુદરતી કોપ : વાવણી કરેલા પાકને લઈને હાલ જોવા જઈએ તો ખેડૂતોને કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમા કમોસમી વરસાદ, વાવાઝોડાએ વિનાશ સર્જેલ હતો અને આ વિનાશમાં ધોરાજી પંથકના ખેડૂતો પણ બાકાત નથી.
ચોમાસુ પાકમાં ખેડૂતોએ કરેલા વાવેતરમાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હોય તે માટે ખેડૂતોએ પાણીના નિકાસ માટેની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો પાણી નિકાસ માટેનો ધોરીયો અગાઉથી બનાવી રાખવો જોઈએ તેવું જણાવ્યું છે અને સાથે જ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ન ભરાઈ રહે તેની પણ ખેડૂતોએ તકેદારી રાખવી જોઈએ.જે કોઈ પણ પાક વાવેતર કરેલો છે તે પાક સંપૂર્ણ પાણીમાં ડૂબી ન જાય તે માટેની શક્ય હોય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે પણ વરાપ આવે ત્યારે ખેડૂતોએ આગળની કામગીરી કરવી જોઈએ..ડો. એ.એમ. કોલરામ(કૃષિ વૈજ્ઞાનિક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી )
વરાપ નીકળે તેવી પ્રાર્થના : ખેતરોમાં ભરેલા પાણીના કારણે હાલ ખેડૂતો પોતાના ખેતરમા જઈ શકતા નથી. જ્યારે બીજી બાજુ સતત વરસાદ પડવાથી પાકમાં નુકશાની આવી રહી છે તેવું ખેડૂતો જણાવે છે. ધોરાજી પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં જે પાકનું વાવેતર કરેલ છે તેની માવજત પણ નથી કરી શકતા અને સતત વરસાદને લઈને ખેડૂતો મૂંઝાયા બન્યા છે. ખેતરમાં કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકોમા નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે ધોરાજી પંથકના ઘણા ખેડૂતો વરસાદ બંધ થાય અને વરાપ નીકળે તેવી પ્રાર્થના કરતાં હોવાનું જણાવે છે. ખેડૂતો જણાવે છે કે જો સતત વરસાદ પડતો રહેશે અને વરાપ નહી નીકળે તો પાકોમાં ભારે નુકસાન થાય તેવી શક્યતા છે.
- Kutch News: વાવાઝોડામાં બાગાયતી પાકને ભારે નુકસાન, ખારેકનો પાક નિષ્ફળ જતા વધુ વળતરની માંગ
- Banaskantha Rain : બીપરઝોય વાવાઝોડાને કારણે બનાસકાંઠામાં ઇઝરાયેલી ખારેકમાં લાખોનુ નુક્શાન, ખેડુતો થયા બેહાલ
- Rajkot News: કપાસના પાકમાં 'ભરવાડે' પાકની વૃદ્ધિ અટકાવી, ખેડૂતો પરેશાન