ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : ઓરિસ્સાથી ભાગેલા યુવાને રાજકોટ રેલવે પોલીસે પરિવારને પરત સોંપ્યો

ઓરિસ્સાથી ઘરેથી કોઈને કહ્યા વગર ભાગી ગયેલો યુવાન રાજકોટથી પકડાય ગયો હતો. રાજકોટ રેલવે પોલીસ દ્વારા સ્ટેશન પર યુવાનને રોકીને પૂછપરછ બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ યુવાન ક્યાં કારણોસર ઘરેથી નાસી છૂટ્યો હતો જૂઓ.

Rajkot News : ઓરિસ્સાથી ભાગેલા યુવાને રાજકોટ રેલવે પોલીસે પરિવારને પરત સોંપ્યો
Rajkot News : ઓરિસ્સાથી ભાગેલા યુવાને રાજકોટ રેલવે પોલીસે પરિવારને પરત સોંપ્યો

By

Published : Mar 10, 2023, 9:15 AM IST

રાજકોટ : ઓરિસ્સા રાજ્યમાંથી એક યુવાન ઘર છોડીને કોઈને કહ્યા વગર ભાગી છૂટ્યો હતો અને રાજકોટ આવી પહોંચ્યો હતો. જ્યારે આ યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તેના પરથી રાજકોટ રેલવે પોલીસ દ્વારા આ યુવાનને ઓળખવામાં આવ્યો હતો. તેને રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જ રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને આ યુવાને હેમખેમ પરિવારને પરત રાજકોટ રેલવે પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :Junagadh Crime News : પરદેશમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા બે યુવાનો વતન ફર્યાં, પોલીસ અને ધારાસભ્યએ કરી મદદ

રેલવે મદદ પોર્ટલ પરથી મળી માહિતી :સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો, ઓરિસ્સા રાજ્યના હડપ્પા ગામનો 36 વર્ષીય મનોજ કુમાર નામનો યુવાન કોઈને કહ્યા વગર ઘર છોડીને નાસી છૂટ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને આરપીએફ કંટ્રોલને રેલવે મદદ પોર્ટલ પરથી માહિતી મળી હતી કે, ઓરિસ્સાનો વતની મનોજકુમાર નામનો યુવાન ટ્રેન નંબર 12950માં સંત્રાગાચી - પોરબંદર એક્સપ્રેસમાં જઈ રહ્યો છે. જેને લઇને રાજકોટ રેલવે પોલીસ દ્વારા આ યુવકને ફોટા પરથી ઓળખવામાં આવ્યો હતો. ત્યારબાદ આ યુવકને રાજકોટ રેલવે પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Rajkot News: 18 તોલા સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ગણતરીના કલાકોમાં શોધ કરી મુસાફરને પરત કરાઈ

ધંધામાં નુકસાન ગયું હતું એટલે ઘર છોડ્યું :જ્યારે મનોજકુમાર નામના યુવકની રાજકોટ રેલવે પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવતા તેને પોલીસને જણાવ્યું હતું કે, તેને પોતાના ધંધામાં ભારે નુકસાની ગઈ છે. જેના કારણે તે માનસિક રીતે પડી ભાંગ્યો હતો અને તણાવમાં આવી ગયો હતો અને તે ઘરેથી કોઈને કહ્યા ભાગી ગયો હતો. જ્યારે મનોજ રાજકોટમાં પૈસા કમાવા માટે આવ્યો હોવાનું તેને પોલીસને જણાવ્યું હતું. જોકે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને રેલવે પોલીસ દ્વારા મનોજકુમારના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઈને તાત્કાલિક તેના પરિવારજનોનો સંપર્ક થયા બાદ મનોજકુમારને તેના પરિવારજનોને સોંપવામાં આવતા ખુશીનો માહોલ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details