રાજકોટ પ્રદ્યુમ્નગર પોલીસે ચાઇનીઝ દોરી વહેચનારા 2 શખ્સની ધરપકડ કરી પોલીસે ચાઇનીઝ તુકકલનો મોટો જથ્થો તથા ચાઇનિઝ દોરીની 15 ફિરકી સાથે ઉસેફ દલવાણી નામના શખ્સની ધરપકડ કરી ચાઈનીઝ દોરી વહેંચવા પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓ ચોરી છુપીથી વેચે છે. તમામ સ્ટોલ પર તાપસ કરવામાં આવે તો હજુ વધુ જથ્થો ઝડપાઇ શકે છે.
રાજકોટમાં પ્રદ્યુમ્નગર પોલીસે ચાઈનીઝ તુક્કલના જથ્થા સાથે 2 વેપારીની ધરપકડ - Rajkot news
રાજકોટ : જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ તુકકલનો મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો સરકારના પ્રતિબંધ અને જિલ્લા કલેકટરના જાહેરનામા બાદ રાજકોટના વેપારીઓ પ્રતિબંધિત તુકકલ અને ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે રાજકોટ પ્રદ્યુમ્નગર પોલીસ દ્વારા તપાસમાં એક વેપારી પાસેથી 2000 નંગ પ્રતિબંધિત તુકકલનો જથ્થો અને બીજા શખ્સને ચાઇનીઝ દોરીની 15 ફિરકી સાથે બંનેને પકડી પાડ્યા છે.
ચાઈનીઝ તુક્કલના જથ્થા સાથે 2 વેપારીની ધરપકડ
ચાઈનીઝ દોરીથી લોકોના જીવ જઈ શકે છે. પોલીસે બોગસ ગ્રાહકો બનીને ટીમ બનાવીને વેપારીઓ પાસે મોકલી ચાઇનીઝ દોરીની ખરીદી કરીને તમામ માહિતી મેળવી હતી અને ત્યારબાદ ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.