મહાનગરપાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે રાજકોટમાં લોકમેળામાં હજારોની જનમેદની ઉમટે છે. આ પાંચ દિવસ શહેરમાં તહેવારોના માહોલ દરમિયાન ટ્રાફિકની સમસ્યા પણ વધતી જાય છે. જ્યારે ન્યુ 150 ફૂટ રિંગરોડની આસપાસ વિશાળ ગ્રાઉન્ડ છે અને રસ્તાઓ પણ સારા હોવાના કારણે શહેરીજનો ટ્રાફિક વગર લોકમેળાનો આનંદ માણી શકે, જેને લઈને સીએમ રૂપાણીને રજુઆત કરવામાં આવી છે.
રાજકોટમાં આવતા વર્ષે જન્માષ્ટમીનો મેળો ન્યુ 150 ફૂટ રિંગરોડ પર યોજવાની તજવીજ
રાજકોટઃ રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ તંત્ર દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસમાં અંદાજીત 11 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે રેસકોર્સનું ગ્રાઉન્ડ નાનું પડતું હોય તેવુ લાગી રહ્યું છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સીએમ રૂપાણીને આવતા વર્ષે સાતમ આઠમનો મેળો રાજકોટની ભાગોળે ન્યુ 150 ફૂટ રિંગરોડ પર યોજવાની માગ કરી છે
lokmelo
ત્યારે જો બધું વ્યવસ્થિત રહ્યું તો આગામી વર્ષે સાતમ આઠમનો મેળો રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર યોજાશે.