એક તરફ રાજ્યમાં સિંહોની પજવણીના વીડિયો વાઇરલ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે બીજી તરફ રંગીલા રાજકોટમાં મંગળવારે સિંહ બાળનો જન્મ થયો છે. મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સ્વાતી નામની સિંહણ સાથેના મેઘવન સાથેના નર સિંહ સાથેના સંવનનથી સોમવારે મોડીરાત્રે એક સિંહ બાળનો જન્મ થયો છે.
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહ બાળનો થયો જન્મ - RJT
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સોમવારે મોડિરાત્રે એક સિંહ બાળનો જન્મ થયો છે. જેમાં બાળને જન્મ આપનાર સિંહણ અને બાળ બન્ને તંદુરસ્ત દેખાઈ રહ્યા છે. જેનું CCTV કેમેરા હેઠળ સતત 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ઝૂમાં સિંહ બાળ આવતાની સાથે કુલ સિંહોની સંખ્યા જેમાં 5 નર અને 13 સિંહણ સાથે 19ની થઈ છે. રાજકોટ ખાતે આવેલ પ્રદ્યુમન પાર્કમાં અલગ-અલગ 53 પ્રજાતિના કુલ 406 વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ છે.
Rajkot
હાલ માંદા સિંહણ અને તેના બાળ બન્નેનું સત્તત ઝૂના અધિકારીઓ દ્વારા CCTV કેમેરા હેઠળ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. બન્ને હાલ તંદુરસ્ત જણાઈ રહ્યા છે. બીજી તરફ રાજકોટ ઝૂમાં સિંહ બાળનો જન્મ થતા સિંહની સંખ્યા કુલ 19 પહોંચી ગઈ છે. આ અગાઉ રાજકોટ ઝૂ ખાતે પ્રથમ વાર 2014ના વર્ષમાં સ્વાતી નામની સિંહણે ત્રણ બાળ સિંહને જન્મ આપ્યા હતા. જેમાં બે માદા અને એક નર હતા આમ ત્રણેય બાળ સિંહણ હાલમાં પુખ્ત વયના થઈ ગયા છે.