ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: રાજકોટમાં લાગ્યા પોસ્ટર, દારૂ અહીંયા નહી આગળ મળે છે - rajkot poster liquor

રાજકોટમાં ઉદ્યોગ નગરમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે અહીંયા દારૂ નથી મળતો આગળ મળે છે. 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તાર વાસીઓ પોતાના વિસ્તારમાં દારૂ પીને આવતા તત્વોથી હેરાન પરેશાન થઈ ગયા છે. જેને લઈને તેમને હવે પોતાના વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લગાવવાની ફરજ પડી છે.

Rajkot News: રાજકોટમાં લાગ્યા પોસ્ટર, દારૂ અહીંયા નહી આગળ મળે છે
રાજકોટમાં પોસ્ટર લાગ્યા અહીંયા દારૂ નથી મળતો આગળ મળે છે

By

Published : Apr 13, 2023, 4:23 PM IST

Rajkot News : રાજકોટમાં લાગ્યા પોસ્ટર, દારૂ અહીંયા નહી આગળ મળે છે

રાજકોટ:ગુજરાતમાં દારૂબંધીની વાતો તો કરવામાં આવે છે. પરંતુ ખરેખર તો આ વાત માત્ર કાગળ પર જ રહી ગઇ છે.સરકાર દારૂબંધીને લઇને મોટા મોટા ઢંઢેરા તો ટીપી દે છે. પરંતુ સત્યતા કંઇક અલગ જ હોય તેવું જોવા મળી રહ્યું છે.કારણે કે રાજકોટમાં ઉદ્યોગ નગરમાં અહીંયા દારૂ નથી મળતો, આગળ મળે છે તેવા પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર કેમ લગાવ્યા તેનું કારણ પણ છે.

બાળકી સાથે દુષ્કર્મ:રાજકોટના ઉદ્યોગ નગરમાં ગઈકાલે એક 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઈને વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે આ બાળકી સાથે સગીર વયના પરપ્રાંતિય ઈસમ દ્વારા દુષ્કર્મમાં આચરવામાં આવ્યું હતું. ત્યારે આજે વિસ્તારવાસીઓએ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોતાના વિસ્તારમાં પોસ્ટરો લગાવ્યા હતા કે અહીંયા દારૂ મળતો નથી. અહીંથી 500 મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે. આ પ્રકારના વિસ્તારમાં પોસ્ટર લગતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે વિસ્તાર વાસીઓ પોતાના વિસ્તારમાં દારૂ પીને આવતા તત્વોથી હેરાન પરેશાન થઈ ગયા છે. જેને લઈને તેમને હવે પોતાના વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લગાવવાની ફરજ પડી છે.

આ પણ વાંચો Rajkot dairy election: રાજકોટ ડેરીમાં રાદડીયા જૂથનો દબદબો યથાવત, ગોરધન ધામેલીયાને ફરી રીપીટ કરાયા

દારૂ મળતો નથી:આ અંગે સ્થાનિક આગેવાન એવા ઉદ્યોગનગરના રહેવાસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે તમામ વિસ્તારવાસીઓ એકઠા થયા છીએ. જ્યારે ગઈકાલે અમારા વિસ્તારમાં એક દુખદ ઘટના સામે આવી છે. જેમાં એક પરપ્રાંતિય દ્વારા અમારા વિસ્તારની બાળકીની સાથે દુષ્કર્મમાં આવ્યું છે. જે ખૂબ જ દુઃખદ બાબત છે. અમારા વિસ્તારમાં આવી ઘટના પ્રકાશમાં આવતા હવે અમારી ફરજ બની છે કે અમે અમારા વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લગાવી અને જે દારૂ પિતા પરપ્રાંતીઓ છે. તેમને મેસેજ આપીએ કે અમારા વિસ્તારમાં દારૂ મળતો નથી. દારૂ અમારા બાજુના વિસ્તાર એવા લોહનગરમાં મળે છે. તેમજ દારૂ પીને અમારી શેરીમાંથી નીકળવું નહીં.

રાજકોટમાં પોસ્ટર લાગ્યા અહીંયા દારૂ નથી મળતો આગળ મળે છે

આ પણ વાંચો Rajkot Police : જિલ્લામાં સાઈબર ક્રાઈમ અટકાવવા ખાખીનો માસ્ટર પ્લાન

આસપાસના વિસ્તારોમાં વસવાટ: સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી પરપ્રાંતિયો ઉદ્યોગ નગરની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે. જ્યારે આ વિસ્તારમાં પરપ્રાંતીઓ ગેરકાયદેસર રીતે ઓરડી ભાડે રાખીને રહે છે. દારૂ પીને દંગલ કરે છે. એવામાં ઉદ્યોગ નગરમાં અમારી બહેનો દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોણ લે, આ પ્રકારની ઘટનાઓથી હવે અમને ફરજ પડી છે કે અમે તમામ વિસ્તારવાસીઓ ભેગા થઈ અને આ પ્રકારના પોસ્ટર અમારા વિસ્તારમાં લગાડ્યા છે. જેના કારણે અમારા વિસ્તારમાં વસતા પરપ્રાંતીયોને પણ ખબર પડે કે આ વિસ્તારમાં હવે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરે. ઉલ્લેખ છે કે ગઈકાલે એક પાંચ વર્ષની બાળકી સાથે પરપ્રાંતિય દ્વારા ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેને લઇને વિસ્તારમાં લોકો રોસે ભરાયા છે.

ABOUT THE AUTHOR

...view details