ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ પોલીસે મંદિરમાંથી ચોરી કરનાર ઈસમની ઘરપકડ કરી - Rajkot Latest News

રાજકોટ: શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ શિવમ પાર્ક વિસ્તારના એક મંદિરમાંથી અજાણ્યા ઈસમ દ્વારા ભગવાનના 3 જેટલા સોનાના છત્તરની ઉઠાંતરી કરવામાં આવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ઘટના અંગેની તપાસ શરૂ કરી હતી.

rajkot
રાજકોટ પોલીસે મંદિરમાંથી ચોરી કરનાર ઈસમની કરી ઘરપકડ

By

Published : Dec 12, 2019, 11:49 PM IST

રાજકોટમાં જ રહેતા અશોક દલાભાઈ પરમાર નામના ઇસમની ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને મંદીરમાંથી ચોરી કરેલ આભૂષણો રાજકોટના સોની વેપારી બિપિન લષ્મીચંદ રાધનપુરાને વહેંચ્યા હતા. જે મામલે પોલીસે મંદિરમાંથી ચોરી કરનાર અને ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે, મંદિરમાંથી ચોરી કરનાર ઈસમને પોલીસે CCTV કેમેરાના આધારે ઝડપી પાડ્યો હતો.

રાજકોટ પોલીસે મંદિરમાંથી ચોરી કરનાર ઈસમની કરી ઘરપકડ

ABOUT THE AUTHOR

...view details