- કોરોના વાઇરસનો કહેર યથાવત
- રાજકોટ સહિત ચાર મહાનગરોમાં રાત્રે નવ કલાકથી કરફ્યૂ લાગુ
- રાજકોટ પોલીસે 8500 થી વધુ કેસ કર્યા
રાજકોટ પોલીસની કડક કાર્યવાહી, કરફ્યૂથી અત્યાર સુધીમાં 8500 થી વધુ પોલીસ કેસ કર્યા - રાજકોટમાં કરફ્યૂ
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે, ત્યારે રાજકોટ પોલીસે આ દરમિયાન કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત ચાર મહાનગરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. જે દરમિયાન કરફ્યૂના ભંગ બદલ રાજકોટ પોલીસે 8500 થી વધુ કેસ કર્યા છે.
રાજકોટઃ દેશમાં કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થયો છે, ત્યારે ગુજરાતના ચાર મહાનગરો એવા અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ લાદવામાં આવ્યું છે. રાત્રીના 9 કલાક બાદ સવારના 6 કલાક સુધી આ ચાર મહાનગરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા કરફ્યૂ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં કુલ 8500 થી વધુ અલગ અલગ કેસ પોલીસ મથકમાં નોંધવામાં આવ્યા છે.
રાજકોટ પોલીસે 8504 જેટલા વિવિધ કેસ કર્યા
રાજકોટ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 8504 જેટલા કુલ કેસ કરવામાં આવ્યા છે. જેમાં જાહેરનામા ભંગના 2663, સોશિયલ ડિસ્ટનસના 2282, માસ્ક અને જાહેરમાં થુંકવાના 1705, વાહનમાં સોશિયલ ડિસ્ટન્સના 189, દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સના 26, ડ્રોન મારફતે 79, વાહન ડિટેઇનના 1560 જેટલા પોલીસ કેસ કરવામાં આવ્યા છે. આમ રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 8504 જેટલા વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા કરફ્યૂ કામગીરી દરમિયાન કરવામાં આવ્યા છે.
દિવાળી પર્વ બાદ રાજકોટમાં કોરોના સંક્રમણ વધ્યું
દિવાળીના ઉત્સવ દરમિયાન રાજકોટવાસીઓમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી અને કેટલાક લોકો દ્વારા સોશિયલ ડિસ્ટનસનું પાલન, માસ્ક ન પહેરીને બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા. આમ રાજકોટમાં દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં જબરો ઉછાળો આવ્યો હતો. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં ગત્ત તારીખ 21-11-2020થી રાત્રીના 9 કલાકથી સવારના 4 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. તેમજ જ્યાં સુધી નવા આદેશ ન આવે ત્યાં સુધી આ કરફ્યૂ યથાવત છે.