ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહનચાલકોને પોલીસે આપી ગિફ્ટ - gift

રાજકોટઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને ટ્રાફિક અંગેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં જે લોકો ટ્રાફીકના નિયમોનું પાલન નથી કરતા તે લોકોને સમજાવીને તેમના વાહનમાં ટ્રાફિક નિયમન પાલન અંગેના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા તે લોકોને ગિફ્ટમાં પેન આપવામાં આવી હતી.

રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને આપી ગિફ્ટ

By

Published : Jul 16, 2019, 9:45 AM IST

રાજકોટમાં ટ્રાફિકની વધતી સમસ્યાને લઈને પોલીસ દ્વારા અનોખી ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે રોજબરોજના પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકોને દંડ આપવામાં આવે છે. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે જે વાહનચાલકોએ ટ્રાફિકના નીયમોનું પાલન નથી કર્યું તેને ગુલાબ આપી સમજાવ્યા હતા. અને તેમના વાહનો પર ટ્રાફિક જાગૃતિ અંગેના સ્ટીકર મારવામાં આવ્યા હતા. જ્યારે જે વાહનચાલકોએ હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોય તેને પોલીસ દ્વારા ગિફ્ટમાં પેન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

રાજકોટ પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને આપી ગિફ્ટ

ABOUT THE AUTHOR

...view details