ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ પોલીસે ગેરકાયદેસર ચાલતા ગર્ભ પરિક્ષણનો કર્યો પર્દાફાશ - Gujarat Samachar

રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરીક્ષણના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં મહિલા પોલીસ ખુદ ડમી ગ્રાહક બની હતી અને ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પાસે ગઈ હતી. જે દરમિયાન આ ગેરકાયદે ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ચાલતા વેપારનો પર્દાફાશ થયો હતો. જેમાં

રાજકોટ પોલીસે ગેરકાયદેસર ચાલતા ગર્ભ પરિક્ષણનો કર્યો પર્દાફાશ
રાજકોટ પોલીસે ગેરકાયદેસર ચાલતા ગર્ભ પરિક્ષણનો કર્યો પર્દાફાશ

By

Published : Aug 20, 2021, 2:27 PM IST

  • ગેરકાયદે ચાલતા ગર્ભ પરિક્ષણનો કર્યો પર્દાફાશ
  • મહિલાની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ કરાઇ
  • ઝડપાયેલી મહિલા અગાઉ નર્સ તરીકે કરતી હતી કામ

રાજકોટઃ રાજકોટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરીક્ષણના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં મહિલા પોલીસ ખુદ ડમી ગ્રાહક બની હતી અને ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતી મહિલા પાસે ગઈ હતી. જે દરમિયાન આ ગેરકાયદે ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ થયો હતો.

મહિલાની ધરપકડ કરી

આ મામલે પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે. જેના દ્વારા આ પ્રકારનું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. હાલ રાજકોટ પોલીસે મહિલાની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. ઝડપાયેલી મહિલા અગાઉ નર્સ તરીકે પણ નોકરી કરતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ પાસે ગર્ભ પરીક્ષણની સચોટ બાતમી

રાજકોટ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સોનાબેન મુળીયા કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને સચોટ માહિતી મળી હતી. જેમાં રાજકોટના રૈયારોડ નજીક આવેલા કનૈયાચોક પાસે આવેલા શીવપરા શેરી નં-5 માં “શક્તીકુપા” નામના મકાનમાં હેતલબા ઝાલા તથા સરોજબેન ડોડીયા નામની મહિલાઓ મકાનમાં ગર્ભનું ગેરકાયદેસર રીતે જાતીય પરિક્ષણ કરતા હતા. આ બાબત સામે આવતા પોલીસ દ્વારા તાત્કાલિક બે પંચોને બોલવામાં આવ્યા હતા. તેમજ આરોગ્ય અધિકારી ડો.લલીત વાઝાને આ બાબતની હકિકત જણાવી તેમને પણ બોલાવ્યા હતા.

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ગર્ભ પરિક્ષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પોલીસે ડૉકટરની કરી ધરપકડ

પોલીસે ડમી ગ્રાહક બનીને મહિલાને કર્યો ફોન

શહેરમાં ગેરકાયદેસર રીતે બન્ને મહિલાઓ ગર્ભ પરિક્ષણ કરી રહી છે. આ મહિલાઓ ખુબજ સાતીર હોય તેવું પોલીસને લાગ્યું હતું. તેમજ આ બન્ને મહિલાઓ વિરુદ્ધ સચોટ પુરાવા ઉભા કરવાના માટે મહિલા પોલીસ કર્મી શાંતુબેન મુળીયા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા આમ બન્નેને ડમી ગ્રાહક બનાવામાં આવ્યા હતા. ત્યારબાદ અને આરોપી હેતલબાને મોબાઇલ પર ડમી ફોન કરીને ગર્ભ પરિક્ષણ અંગેનુ પૂછ્યું હતું. જેથી હેતલબાએ ફોન ઉપર વાત નહિ કરૂ અને રૂબરૂ કનૈયાચોક ખાતે આવવાનું કહ્યું હતું.

આરોપી મહિલા સાતીર હોવાનું સામે આવ્યું

પોલીસે ડમી ગ્રાહક બની ફોન કર્યા બાદ ગર્ભ પરિક્ષણ કરતી મહિલાને મળવા માટે શહેરના કનૈયાચોક ખાતે ગયા હતા. જ્યાં તેમની સાથે પંચો, આરોગ્ય અધિકારી તથા અન્ય પોલીસ કર્મીઓ વોચમાં ઉભા હતા. જો કે આ આરોપી મહિલા ખુબ સાતીર હોય પ્રથમ વિશ્વાસમાં ન આવતા થોડિવાર પછી હુ આપને ફોન કરીશ અને હુ કહુ તે જગ્યાએ આવશો. તે મુજબ જણાવતા અને આશરે એકાદ કલાક બાદ આરોપી મહિલાએ ડમી ગ્રાહકને ફોન કર્યો હતો અને તમે રેષકોર્ષ રીંગ રોડ ખાતે ફનવર્લ્ડના મેદાનમાં ઉભા રહો તેવું જણાવ્યું હતું.

ગર્ભ પરિક્ષણના લેતી હતી રૂપિયા 20 હજાર

આરોપી મહિલાએ ડમી ગ્રાહક પાસેથી ગર્ભ પરિક્ષણના રૂપિયા 20,000 માંગ્યા હતા. જો કે થોડી રકજકના અંતે રૂપિયા 18,000માં આ ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરી આપવા માટે મહિલા સહમત થયેલી થઈ હતી. જે દરમિયાન આરોપી મહિલાએ ડમી ગ્રાહક મહિલા કોન્સ્ટેબલને લઈને અન્ય સ્થળે ગઈ હતી. જે દરમિયાન મહિલા કોન્સ્ટેબલે આ આરોપી મહિલાને રંગેહાથ ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરતા ઝડપી પાડી હતી, ત્યારબાદ પોલીસ પણ આરોગ્ય અધિકારી સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details