ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ પોલીસે માનવતા મહેકાવી, ઠંડીમાં 500 ધાબળાનું કર્યું વિતરણ - Rajkot Police distributed 500 blankets

હાલ રાજ્યમાં ભારી ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે. (Rajkot Police distributed 500 blankets) એવામાં જે લોકો ઝુંપડપટ્ટી અને કાચા મકાનમાં તેમજ રોડ રસ્તા ઉપર રહેતા હોય છે. તેમના માટે રાજકોટ પોલીસે અને સામાજિક સંસ્થા દ્વારા અંદાજિત 500 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

રાજકોટ પોલીસે માનવતા મહેકાવી, ઠંડીમાં 500 ધાબળાનું કર્યું વિતરણ
રાજકોટ પોલીસે માનવતા મહેકાવી, ઠંડીમાં 500 ધાબળાનું કર્યું વિતરણ

By

Published : Jan 9, 2023, 5:30 PM IST

રાજકોટઃહાલ રાજ્યમાં ભારી ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે. એવામાં જે લોકો ઝુંપડપટ્ટી અને કાચા મકાનમાં તેમજ રોડ રસ્તા ઉપર રહેતા હોય છે. તેમના માટે રાજકોટ પોલીસે અને સામાજિક સંસ્થા દ્વારા અંદાજિત 500 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. (Rajkot Police distributed 500 blankets) જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ અને ગરીબના લોકોને આ ભારે ઠંડીમાં ધાબળા મળતા તેઓ પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. એવામાં પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવતા જરૂરિયાતમંદ લોકોને પણ લાભ થયો છે.

સામાજિક સંસ્થાની મદદથી ધાબળાનું વિતરણ કર્યું:રાજકોટ પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી જેમકે કોઠારીયા રોડ,ગોંડલ રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શ્રમિકોને પણ છે ધાબડાનું વિતરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજકોટ પોલીસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા 500 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ આ સેવા આવીરત પણે શરૂ છે.

નાગરિક તરીકે મારી ફરજ: અંગે રાજકોટના ટ્રાફિક એસીપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે હાલ પાકા મકાનમાં રહીએ છીએ તો પણ આપણને ઠંડી ખૂબ લાગે છે. ત્યારે ઝુપડપટ્ટીમાં રહેતા માણસો જે હાલમાં જરૂરિયાત મંદ પણ છે તેઓ આ કડકડતી ઠંડીમાં પરેશાન હોય તે સ્વાભાવિક છે. જ્યારે મેં સામાજિક સંસ્થાઓના દાતાઓની મદદથી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં 500 જેટલા ધાબળાનું અત્યાર સુધીમાં વિતરણ કરી ચૂક્યા છીએ. જ્યારે એક પોલીસ અધિકારી તરીકે તેમજ એક નાગરિક તરીકે મારી ફરજ છે કે, મારી આસપાસમાં જરૂરિયાત લોકોને મારે મદદ કરવી જોઈએ.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details