રાજકોટઃછેલ્લા ઘણા સમયથી જાહેરમાં ગમે ત્યાં ચારો વેચવા માટે નીકળી પડલા વેપારીઓ સામે રાજકોટ પોલીસ કમિશનરે (Rajkot police Commissioner) આંખ લાલ કરી છે. જોકે, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ટોકર (Rajkot CP Notification) કર્યા બાદ દરેક મોરચે તંત્ર સક્રિય થઈ ગયું છે. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે (Rajkot police Commissioner Raju Bhargav) જાહેરનામું બહાર પાડ્યું છે. જે જાહેરનામા અનુસાર જાહેર સ્થળો પર ઘાસચારો (Fodder Vendor Rajkot) વેચવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જાહેરમાં કોઈ પણ સ્થળો પર ઘાસચારો વેચતું કોઈ જોવા મળશે તો એમની સામે કાયદેસની કાર્યવાહી થશે.
રાજકોટ CPનું જાહેરનામું, જાહેરસ્થળ અને રસ્તામાં ઘાસચારો નહીં વેચી શકાય - Rajkot Cattle issue
રાજકોટમાં રસ્તા રખડતા ઢોર સામે પગલાં લેવા માટે તંત્ર એક્શન મોડ પર કામ કરી રહ્યું છે. ખાસ કરીને દિવસ અને રાત ઢોર પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રસ્તાના કિનારે રહીને ઘાસચારો વેચનારાઓ પર પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. Rajkot police Commissioner, Rajkot police, Rajkot Fodder Vendor, Rajkot Cattle issue
આ પણ વાંચોઃ આઝાદના સમર્થનમાં 50થી વધુ નેતાઓનું રાજીનામું, નવી પાર્ટીના એંધાણ
રાજકોટમાં દિવસ રાત ઢોર પકડવાની કામગીરી ચાલું છે. એવામાં ઢોર પકડ ટીમ સાથે પોલીસ પણ સાથે રહેશે. આ ટીમમાં બે SRP અને એક પોલીસ જવાન ઢોર પકડ ટીમ સાથે રહેશે. આ ઉપરાંત રખડતા ઢોરની કામગીરીમાં મુશ્કેલી ઊભી કરાનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો જાહેરનામાનો ભંગ કરશે એની સામે 1973ની કલમ 144 મુજબ તથા ગુજરાત પોલીસ - અધિનિયમ-1951 ની કલમ 33 (1) (ખ) (ગ) મુજબ કાર્યવાહી હાથ કરવામાં આવશે.