મેઈલ ઍસ્કોર્ટના નામે યુવતીઓને છેતરતા સુરતના રત્નકલાકારની ધરપકડ - RJT
રાજકોટઃ સાયબર ક્રાઈમ પોલીસે એક યુવતીની ફરિયાદને આધારે સુરતના રત્નકલાકારની ધરપકડ કરી છે. આ ઈસમ પર સોશિયલ મીડિયામાં અલગ-અલગ યુવતીઓના ફોટોમાં અભદ્ર ટીપ્પણી લખવાનો આરોપ છે. તેમજ મેઈલ એસ્કોર્ટના નામે યુવતીઓ અને મહિલાઓને ફસાવી તેમની પાસેથી paytm દ્વારા નાણાં પડાવતો હતો.
સાયબર ક્રાઈમ આરોપી
સોશિયલ મીડિયામાં અલગ-અલગ યુવતીઓના ફોટા સાથે અભદ્ર લખાણ લખી તેને પોસ્ટ કરવા મામલે રાજકોટ પોલીસે સુરતના સુનિલ નાંઢાની ધરપકડ કરી છે. આ ઈસમ સોશિયલ મડિયામાં મેઈલ એસ્કોર્ટ સર્વિસના નામે યુવતીઓ અને મહિલાઓને ફસાવી તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવતો હતો. આ યુવકે અત્યાર સુધીમાં 15થી 20 મહિલાઓ અને યુવતીઓને શિકાર બનાવી તેમની પાસેથી અંદાજે રૂપિયા 50 હજાર કરતા વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે મેઈલ એસ્કોર્ટ મામલે આ યુવાનની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.