ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કોરોના વોર્ડમાંથી ફરાર આરોપીને ગોંડલ સિટી પોલીસે ઝડપી પાડ્યો - કોરોના પોઝિટિવ આરોપી ફરાર

રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના વોર્ડમાંથી દર્દીઓ ભાગવાના કેસ પણ સામે આવી રહ્યા છે. રાજકોટમાં કોરોના વોર્ડમાંથી ફરાર આરોપીને ગોંડલ સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો.

કોરોના વોર્ડમાંથી ફરાર આરોપી
કોરોના વોર્ડમાંથી ફરાર આરોપી

By

Published : Aug 6, 2020, 7:27 PM IST

રાજકોટ : શહેરના કોરોના વોર્ડમાંથી નાસી ગયેલા આરોપીને પકડી પાડવા અપાયેલી સૂચના અંન્વયે ગોડલ સિટી પોલીસના ઇન્ચાર્જ PI કે.એન.રામાનુજના માર્ગદર્શન હેઠળ PSI ડી.પી.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના લોકોએ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી હતી.

સબ જેલમાં અલગ-અલગ ગુનામાં રહેલા કાચાકામનો કેદી આનંદગીરી હરીગીરી ગોસ્વામી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવીડ-19 વોર્ડમાંથી સારવાર દરિયાન ફરાર થઇ ગયો હતો.

બાતમીના આધારે આરોપી ગોંડલ નાનીબજાર નાગર શેરી હાટકેશ્વર મહાદેવના મંદીર પાસેથી મળી આવ્યો હતો. આ આરોપી કોરોના પોઝિટિવ હોવાથી યોગ્ય અંતર જાળવી ગોંડલ નગર પાલીકાની એમ્બુલન્સ બોલાવી તેમા બેસાડી પોલીસ તેને રાજકોટ સરકારી હોસ્પિટલના કોવીડ-19 આઇસોલેશન વોર્ડમાં લઇ ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details