રાજકોટઃ તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તેની અમલવારી અર્થે કોઈપણ મજૂર વર્ગને રાજકોટ શહેરની બહાર જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
દરરોજ 15 હજાર લોકો માટે જમવાનું બની શકે તેવી રાજકોટ પોલીસની વ્યવસ્થા - latest news of rajkot
કોરોના વાઈરસના કારણે દેશમાં લોકડાઉન લાગુ કરાયું છે. ત્યારે તંત્રએ લોકોને જે-તે સ્થળે જ રોકાઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા જણાવ્યું હતુ. આ બધાની વચ્ચે રાજકોટમાં કેટલાંક મજૂર વર્ગ ફસાયા છે. તેમની માટે રાજકોટ પોલીસે દરરોજ જમવાની વ્યવસ્થા કરીને ઉમદા કામગીરી કરી છે.

Rajkot
દરરોજ 15 હજાર લોકો માટે જમવાનું બની શકે તેવી રાજકોટ પોલીસની વ્યવસ્થા
આ સાથે જ બે દિવસ પહેલા કેટલાક દૃશ્યો સામે આવ્યા હતા કે, જેમાં પરપ્રાંતિય મજૂરો કામ ન હોવાના કારણે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. જેને લઈને રાજકોટ પોલીસે તેમને અહી જ રહેવા સમજાવ્યા છે અને તેમની જમવાની વ્યવસ્થા પણ રાજકોટ પોલીસે જુદી જુદી સંસ્થાઓની મદદથી કરી છે.ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રોજનું 15000 વ્યક્તિઓનું જમવાનું બની શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.