રાજકોટમાં આ વર્ષે કુલ 17 જેટલી વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જ્યારે કોમર્શિયલ અને ખાનગી મળીને કુલ 28 જેટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પોલીસ તંત્ર દ્વારા રાત્રીના 10 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર કુલ 103 જેટલી નાની ગરબીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજકોટ પોલીસે પણ નવરાત્રીના તહેવારને ધ્યાને રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
નવરાત્રી પૂર્વે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ, આયોજકોને અપાઇ સૂચના - નવરાત્રી પૂર્વે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધૂમથી તૈયારીઓ શરુ થઇ ચૂકી છે. ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, ત્યારે નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. જેથી આ તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ સાથે જ આયજકોને પણ સૂચના આપવામાં આવી છે.
નવરાત્રી પૂર્વે રાજકોટ પોલીસ તંત્ર એલર્ટ
જેમાં 2 DCP, 4 ACP, 12 PI, 43 PSI તેમજ મહિલા પોલીસ સહિત કુલ 669 પોલીસકર્મીઓ ખડેપગે જોવા મળશે. તે ઉપરાંત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી 1 ACP, 2 PI સહિત કુલ 210 જેટલા કર્મીઓ ખડેપગે રહેશે. આ સાથે જ 59 જેટલી અલગ-અલગ પેટ્રોલિંગ ટીમો તેમજ 30 જેટલા સ્ટેટિક પોઇન્ટ કાર્યરત રહેશે. પોલીસ તંત્ર દ્વારા નવરાત્રીના આયોજકોને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે.