રાજકોટ પોલીસનું સરાહનીય કામ, 30 થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દત્તક લીધા - Blood Donate Program by Rajkot Police
રાજકોટ: રાજકોટ પોલીસે શહેરના થેલેસેમિયા ગ્રસ્ત 30 બાળકોને દત્તક લઈને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરુ પાડ્યું છે. આ તમામ બાળકોનો ખર્ચ રાજકોટ પોલીસ ઉપાડશે. આ કાર્યક્રમમાં 300 કરતા વધારે બ્લડની બોટલો એકઠી થઈ હતી.
![રાજકોટ પોલીસનું સરાહનીય કામ, 30 થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દત્તક લીધા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5163494-thumbnail-3x2-rajkot.jpg)
રાજકોટ પોલીસે 30 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લીધા દત્તક
રાજકોટ શહેરમાં થેલેસેમિયા ગ્રસ્ત 30 બાળકોને પોલીસ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. તેમજ આ 30 બાળકોનો તમામ ખર્ચ રાજકોટ પોલીસ ઉપાડશે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ખાસ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ બ્લડ ડોનેટ કરવા માટે હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં 300 કરતા વધારે બ્લડની બોટલો એકઠી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસના અધિકારીઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસે 30 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લીધા દત્તક