જેમાં દિવ્યાંગ બાળકો, આંગણવાડી બહેનો, આરોગ્ય કેન્દ્રના આશાવર્કરો, સફાઇ કામદારો, રીક્ષા ચાલકો, સીકયુરીટીગાર્ડ, વાહન એસોસીએશનનાં હોદેદારો–ડ્રાઇવરો, મહાનગરપાલિકાનાં અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારી, મ્યુઝિયમનો સમગ્ર સ્ટાફ વગેરેએ ખુબ જ ઉત્સાહપુર્ણ યોગ કરીને યોગ દિવસની ખરા અર્થમાં ગરીમાપુર્ણ ઉજવણી કરી હતી. ઉપસ્થિત લોકોએ આર્ટ ઓફ લીવીંગ સંસ્થા તથા પતંજલી સંસ્થાના યોગ નિષ્ણાંતોનાં માર્ગદર્શન હેઠળ યોગનાં વિવિધ આસનો કર્યા હતાં.
રાજકોટની ઐતિહાસિક ધરોહર ગાંધી મ્યુઝિયમમાં કરાઈ યોગ દિવસની ઉજવણી - RJT mahanagar palika
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં યોગ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 600થી પણ વધારે નગરજનોએ ઉત્સાહભેર યોગા કર્યા હતાં.
રાજકોટના ઐતિહાસિક ધરોહર એવા ગાંધી મ્યુઝિયમમાં કરાઇ યોગ દિવસની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બનાવવામાં આવેલ ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાં આવ્યું હતું. તેમજ દરરોજ દેશ વિદેશના લોકો ગાંધી મ્યુઝિયમની મુલાકાતે આવે છે.